Bharuch : 6 જૈન સાધ્વીજી ભગવંતને પહોંચાડી ઈજા! વિહાર કરી રહેલા સાધ્વી ભગવંતો પર કમરપટ્ટા વડે કર્યો હુમલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 19:01:14

ભરૂચથી એક સમાચાર સામે આવ્યા જેણે વિચારવા પર મજબૂર કર્યા કે આપણે આપણા સમાજને કયાં લઈ જઈ રહ્યા છીએ.. આપણે ત્યાં સાધુ, સાધ્વી, મહારાજ જેવા ધાર્મિક ગુરૂઓને સન્માન આપીએ છીએ.. તેમને આદરથી જોઈએ છીએ. ભરૂચથી જે સમાચાર આવ્યા તેમાં જૈન મહિલા પર હુમલો કરવામાં આવ્યો.. ભરૂચમાં થામ-ડેરોલ હાઇવે પર ચાલતી જૈન મહિલા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી પર પટ્ટાથી હુમલો કરાયો. આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે અને આ મામલે  હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસની ગિરફ્તમાં છે..


સાધ્વીઓને પટ્ટાથી મારવામાં આવ્યો માર!

આપણે જ્યારે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે રસ્તા પર ચાલતા અનેક જૈન સાધવીઓ દેખાતા હશે.. જ્યારે આપણે તેમને જોઈએ છીએ તો આપણે તેમનું આદર કરતા હોઈએ છીએ. ક્યારેય તમે એવું સાંભળ્યું કે સાધ્વીઓ પર પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો હોય? જવાબ હશે ના.. પરંતુ ભરૂચથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જૈન સાધ્વીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. ભરૂચના શ્રીમાળી પોળથી સોમવારે મળસ્કે 4.30 વાગ્યે 6 જૈન સાધવીઓ પદયાત્રા શરૂ કરે છે. દાંડી રોડ પર દેરોલ ગામ તરફ જઈ રહ્યા હતા. 


પોલીસ દ્વારા લેવાયા પગલા 

આ દરમિયાન મહંમદપુરાથી જ્યારે સાધવીઓ પસાર થયા ત્યારે ત્યાંથી તે વ્યક્તિ તેમનો પીછો કરવા લાગ્યો.. દેરોલ ચોકડી પાસે જ્યારે તે પહોંચ્યા ત્યારે અચાનક તેમણે સાધ્વીઓને રોક્યા અને તેમને મા બેનની ગાળો બોલી. તેમજ ઝપાઝપી પણ કરી. ઝપાઝપી થતા સાધ્વીને ઈજા પહોંચી તેમજ કમરપટ્ટાથી માર માર્યો. હાથ પગ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી.. મદદ માટે ત્યાં હાજર લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો.. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસ ગિરફ્તમાં છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.