ડ્રગ કેસમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલી વધી:NCBએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી


  • Published By :
  • Published Date : 2022-10-29 13:24:27

ભારતી સિંહ ડ્રગ કેસ વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પ્રકાશમાં આવેલા ડ્રગ્સ કેસમાં NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

NCB arrests comedienne Bharti Singh after confession, recovery of 'ganja'

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા ડ્રગ્સના કેસમાં મુશ્કેલીમાં છે. NCBએ બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે. એનસીબીએ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જણાવી દઈએ કે જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગના મામલા સામે આવ્યા હતા. જેમાં NCBએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરી હતી. જો કે હાલ બંને જામીન પર બહાર છે.


 


ભારતી-હર્ષ સામે ચાર્જશીટ દાખલ

તમને યાદ અપાવીએ કે વર્ષ 2020માં આ ડ્રગ કેસની ગરમી ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ હતી. જ્યારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરને એનસીબીએ પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. તે જ સમયે NCBએ સૂચના મળ્યા બાદ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાના ઘરે દરોડા પાડ્યા હતા.


શું થશે ધરપકડ?

NCBના દરોડામાં તપાસ એજન્સીએ આ કપલના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. બંનેની ધરપકડ કરીને પૂછપરછ માટે NCB દ્વારા તેમની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. અહીં હર્ષ અને ભારતીએ ગાંજો લીધાની કબૂલાત કરી હતી, ત્યારપછી તેમને 15,000 રૂપિયાના જામીન પર છોડવામાં આવ્યા હતા, ત્યારથી બંને બહાર છે. જો કે બે વર્ષ બાદ આ ચાર્જશીટમાં શું છે અને તેના માથા પર ફરી એકવાર ધરપકડની તલવાર લટકી રહી છે કે કેમ તે હજુ સામે આવવાનું બાકી છે. 


ભારતીએ કપિલ શર્મા શો છોડી દીધો છે. તે ટીવી પર રિયાલિટી શો હોસ્ટ કરતી પણ જોવા મળે છે. 

After Bharti Singh, husband Haarsh Limbachiyaa arrested by NCB for  possession of cannabis | Tv News – India TV



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?