ભાજપના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો, પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-04-05 22:15:11

લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જબરદસ્ત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આજે પાર્ટીએ મહત્વનો નિર્ણય લેતા ભાર્ગવ ભટ્ટની પ્રદેશ મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરી છે. ભાર્ગવ ભટ્ટ મધ્ય ઝોનની જવાબદારી સંભાળતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપે સમગ્ર ગુજરાત પ્રદેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ભાર્ગવ ભટ્ટની પાર્ટીની સંગઠનમાંથી હકાલપટ્ટીના કારણે  ભાજપનું આતરિક રાજકારણ ખુલીને બહાર આવ્યું છે.


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી શા માટે?


ભાર્ગવ ભટ્ટની હકાલપટ્ટી અંગે ભાજપના આંતરિક વર્તુળમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આ તમામ ચૂંટણીઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થાનિક કક્ષાએથી પાર્ટીને હાઈ કમાન્ડને ભાર્ગવ ભટ્ટના વિરોધમાં ફરિયાદો મળતી હતી અને તે જ કારણોસર ભાર્ગવ ભટ્ટને હટાવવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 


ભાર્ગવ ભટ્ટને સરકારમાં મળશે જવાબદારી


ભાર્ગવ ભટ્ટને ભાજપ સંગઠનમાંથી હટાવીને સરકારમાં જવાબદારી સોંપાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં બોર્ડ નિગમોના ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક કરવાની છે ત્યારે ભાર્ગવ ભટ્ટને કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનાવે તે માટે હાલ તેમને મહામંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેવું પણ પાર્ટીના કેટલાક સુત્રોનું માનવું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?