ફિનટેક ફર્મ ભારત-પેના કો-ફાઉન્ડર (BharatPe Co-Founder) અશનીર ગ્રોવર (Ashneer Grover)ને લઈનો મોટા સમાચાર આવ્યા છે. અશનીર ગ્રોવરને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. તેઓ તેમની પત્ની માધુરી જૈન સાથે અમેરિકાના ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. જો કે એરપોર્ટ ઓથોરિટીએ તેમને દેશની બહાર જતા રોકી દેતા મામલો ગરમાયો છે.
શા માટે રોકવામાં આવ્યા?
અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન સામે દિલ્હી પોલીસ દ્વારા એક લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે કારણે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ ન્યૂયોર્ક માટે રવાના થવાનું જ હતું, પરંતું IGI Airport પરથી જ તેમને પાછો મોકલી દેવામાં આવ્યા હતા.
Hello ! Hello !
Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab.
So facts:
1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport).
2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F
— Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023
પતિ-પત્ની સામે દાખલ થઈ છે FIR
Hello ! Hello !
Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab.
So facts:
1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport).
2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F
અશનીર ગ્રોવર અને તેમની પત્ની સામે જૂન 2023ના રોજ એક એફઆઈઆર દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ભારત પે ચલાવતી કંપની રેજિલિયેન્ટ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ (RIPL)ને 81 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા અને પૈસાનો કથિત દુરપયોગ કરવાના મામલે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસની તપાસમાં પણ ભારત પે ના સંચાલન દરમિયાન નાણાકિય છેતરપિંડીનો ખુલાસો થયો હતો. માત્ર અશનીર અને તેની પત્ની જ નહીં પણ તેમના પરિવારજનો સામે પણ ફરિયાદ થઈ છે. જેમાં દીપક ગુપ્તા, સુરેશ જૈન અને સ્વેતાંક જૈનનો સમાવેશ થાય છે.