Congressની ન્યાય યાત્રા સામે ભારતીય જનતા પાર્ટી યોજશે તિરંગાયાત્રા.. જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-06 13:38:29

કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની છે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે ન્યાય યાત્રા કાઢે એ સ્વાભાવિક છે પણ હવે એની સામે સરકાર પણ યાત્રા કાઢવાની છે. ભાજપ આવનાર દિવસોમાં યાત્રા કાઢવાની છે. તિરંગા યાત્રા કાઢવાનું આયોજન ભાજપ કરી રહ્યું છે.  



કોંગ્રેસની યાત્રા સામે ભાજપ કાઢશે યાત્રા 

યાત્રા કાઢવાની વાત આવે ત્યારે આપણા મનમાં કોંગ્રેસનો ખ્યાલ આવે. અત્યાર સુધી એવું થતું હતું કે વિપક્ષ સવાલો કરે સત્તા પક્ષ ઇગ્નોર કરે વિપક્ષ કોઈ યાત્રા કાઢે તો એને ઇગ્નોર કરે પણ કદાચ પ્રથમ વખત  વિપક્ષની યાત્રા સામે ભાજપ યાત્રા કાઢવાની છે. પીડિતોને ન્યાય અપાવવાના આશયથી કોંગ્રેસ આવતી 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરી રહી છે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા મુદ્દે લોકોની સહાનુભૂતિ મેળવવા યોજાયેલા આ કાર્યક્રમની સામે રાજ્ય સરકાર તિરંગા યાત્રાનું આયોજન કરવા જઇ રહી છે. 




યાત્રાની શરૂઆત થશે રાજકોટથી 

આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાના જવાબરૂપે હશે. જેમાં કોંગ્રેસની યાત્રાથી લોકોનું ધ્યાન દેશભક્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે. યાત્રાની શરૂઆત રાજકોટથી થશે જ્યારે તે પછી વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ આ યાત્રા યોજાશે. જો કે આ કાર્યક્રમમાં હાજર રહેનારા કોઇ નેતાઓ ભાષણ નહીં કરે, ફક્ત રાજકોટમાં શરૂઆત થાય ત્યારે સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં મંચ પરથી સંબોધન કરી શકે છે. 



આ યાત્રામાં આકર્ષણના અનેક કેન્દ્રો હશે

આ યાત્રામાં ઘણાં આકર્ષણો હશે, જેમાં દેશભક્તિ ધરાવતાં ટેબ્લો ઉપરાંત વિવિધ સંગીત બેન્ડ, ડાન્સ ટ્રુપ્સ, કલાકારો, રમતવીરો, રંગોળી સહિતની ચિત્રવિચિત્ર ઝાંખીઓ હશે. બ્રાઝિલના રીયો-ડી-જાનેરોમાં યોજાતા કાર્નિવલની તર્જ પર તેનું આયોજન કરવાનો વિચાર છે. જોકે કોંગ્રેસની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે અને તે 22 ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે. આ માટે ગુજરાત સરકારે સંબંધિત પોલીસ વિભાગના અધિકારીને મંજૂરી આપવા માટે જણાવ્યું છે. ન્યાય યાત્રાના આયોજનમાં ખોટું ઘર્ષણ ઊભું ન થાય તે હેતુથી આ મંજૂરી અત્યારથી જ અપાઇ ગઇ છે તો હવે કોંગ્રેસની યાત્રા સામે તિરંગા યાત્રામાં શું થાય છે તે જોવાનું રહ્યું..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?