ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભાજપ અનેક રીતે પોતાનો પ્રચાર કરી રહી છે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટથી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવાની શરૂઆત કરી દીધી છે. એક બાદ એક ફોટો ટ્વિટ કરાયા છે તેમજ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, ખેડૂતોને સરકાર દ્વારા મળેલા લાભ, સરકાર દ્વારા પૂરા કરવામાં આવેલા કામો સહિતના મુદ્દાઓને લઈ ભાજપે ટ્વિટ કર્યું છે.
અનેક યાત્રાધામનો કરાયો છે વિકાસ - ભાજપ
ભાજપે આવા અનેક ફોટો શેર કર્યા છે જેમાં ભાજપ દ્વારા વિકસિત કરવામાં આવેલા ટુરિસ્ટ સ્પોટ, યાત્રા ધામનો કરવામાં આવેલો વિકાસ તેમજ શિક્ષણને લઈ ભાજપે ટ્વિટ કરી છે. ભાજપ સરકાર દ્વારા અનેક યાત્રા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે. જેને પણ ભાજપે ગણાવ્યું છે. ભાજપે લખ્યું કે ભાજપના સુશાસનમાં દેશભરના અનેક યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે.
શું પ્રચાર ભાજપ માટે થશે ઉપયોગી?
ભાજપ દ્વારા કરવામાં આવેલો ડિજિટલ પ્રયાર ભાજપને મતદાનમાં ઉપયોગી થશે કે નહીં કે 8 ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે 8 ડિસેમ્બરના રોજ કમળ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.