ભારત રત્ન પીવી નરસિમ્હા રાવ, આધુનિક ભારતના વિકાસમાં આ પૂર્વ PMનું કેટલું છે યોગદાન? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-09 15:59:26

દેશના પૂર્વ પ્રધાનમંત્રી પામૂલપતિ વેંકટ નરસિમ્હા રાવ ( પીવી નરસિમ્હા રાવ)ને ભારતના સર્વ શ્રેષ્ઠ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીવી નરસિંમ્હા રાવની દેશના સૌથી પ્રતિભાશાળી પ્રધાનમંત્રી તરીકે ગણના થાય છે. તેમના પર ભ્રષ્ટાચારના અનેક કેસ  અને તેમાંથી એક કેસમાં તો તે દોષિત ઠર્યા હોવા છતાં આજે પણ તેમની વહીવટી કુશળતા અને દુરદ્રષ્ટીથી પ્રભાવિત હોય તેવો એક મોટો વર્ગ દેશમાં છે. કેટલાક લોકો તેમની તુલના આધુનિક ચીનના નિર્માતા, ક્રાંતિકારી અને સુધારાવાદી પૂર્વ પ્રમુખ ડેંગ ઝિયાઓપિંગ સાથે કરે છે, અને જેને કેટલાક અંશે સાચું પણ છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે દેશના આધુનિકીકરણમાં તેમનું કેટલું મોટું યોગદાન છે.


આર્થિક ઉદારીકરણના જનક


પીવી નરસિમ્હા રાવ સતત 8 વખત ચૂંટણી જીત્યા અને કોંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષથી વધુ સમય પસાર કર્યા બાદ ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા. રાવને ભારતની રાજનીતિના ચાણક્ય પણ કહેવામાં આવે છે. તે ભારતમાં આર્થિક ઉદારીકરણના જનક મનાય છે.


પી.વી. નરસિમ્હા રાવ દેશના 9માં PM


પી.વી. નરસિમ્હા રાવ તેમના અને ભારતમાં આશ્ચર્યકારક અને સુખદ આકસ્મિક ઘટના હતી. રાજકારણમાંથી નિવૃત થયેલા રાવને પ્રધાનમંત્રી પદ મળ્યુ તે બગાસુ ખાતા પતાસુ પડ્યું તેવું કહીં શકાય કારણ કે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી પદ માટે તેમની પસંદગી કરી હતી. પી.વી. નરસિમ્હા રાવે 1991 થી 1996 સુધી ભારતના 9મા વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. 28 જૂન, 1921ના રોજ તત્કાલિન હૈદરાબાદ રાજ્ય (હવે તેલંગાણામાં)ના વારંગલ જિલ્લાના વાંગારા ગામમાં જન્મેલા રાવની અનેક દાયકાઓ સુધીની નોંધપાત્ર રાજકીય કારકિર્દી હતી, જે દરમિયાન તેમણે ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


લગભગ 18 ભાષાઓમાં જાણકાર


રાવ તેમની બૌદ્ધિક અને બહુભાષી ક્ષમતાઓ માટે ખૂબ પ્રખ્યાત હતા. તે તેલુગુ, હિન્દી, અંગ્રેજી અને દ્રવિડિયન અને ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સહિત લગભગ 18 ભાષાઓ જાણતા હતા અને 10 ભાષા બોલી સકતા હતા. તેમણે કાયદાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું અને નાની વયે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો.


દેશના 9મા વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ પણ વિદ્વાન અને લેખક હતા. રાવે ભારતીય અર્થવ્યવસ્થામાં વ્યાપક સુધારા કર્યા અને ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. તેમની 'લૂક ઈસ્ટ' નીતિએ પૂર્વ એશિયાઈ દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા હતા. રાવનો વારસો હજુ પણ ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ ભારતના આર્થિક પરિવર્તનનો શ્રેય તેમને જાય છે.


અર્થતંત્રના તારણહાર 


પીવી નરસિંમ્હા રાવ જ્યારે પ્રધાન મંત્રી બન્યા ત્યારે દેશની હાલત આજના પાકિસ્તાનથી વધુ સારી નહોતી. દેશનું અર્થતંત્ર ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. દેશમાં ઉંચી મોંઘવારી, વિદેશી હુંડીયામણની તંગી અને વિદેશી દેવું ચૂંકવવામાં સરકારની નિષ્ફળતા જેવા અનેક પડકારો હતા. પ્રધાન મંત્રી રાવે તેમના નાણામંત્રી ડો. મનમોહન સિંહ સાથે મળી દેશના અર્થતંત્રમાં ફરી પ્રાણ ફુંકવા માટે મહત્વના સુધારાઓ લાગુ કર્યા હતા. 24 જુલાઈ 1991ના રોજ, નરસિમ્હા રાવ સરકારના પ્રથમ બજેટમાં, તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે કહેવાતા 'લાયસન્સ-પરમિટ રાજ'ના અંત ઉપરાંત વ્યાપક ઉદારીકરણના ઉપાયોને લાગુ કર્યા હતા. આ સુધારાઓમાં અર્થતંત્રને વિદેશી રોકાણકારો માટે ખોલવું, વ્યાપાર વૃધ્ધી માટે સુધારા સહિતના પગલા લીધા હતા.   


ઉદારીકરણના નિર્ણયોનો વિરોધ


નરસિમ્હા રાવ સરકારના સૌથી મહત્વપૂર્ણ સુધારા જુલાઈ 1991 અને માર્ચ 1992 વચ્ચે થયા હતા. જ્યારે રાવની સરકારમાં નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે ફેબ્રુઆરી 1992માં તેમનું બીજું બજેટ રજૂ કર્યું ત્યારે રાવ સરકાર લઘુમતી સરકાર હતી. સરકાર દ્વારા શરૂ કરાયેલા આર્થિક ઉદારીકરણના નિર્ણયોનો વિરોધ શરૂ થયો હતો અને વિપક્ષમાં બેઠેલા ડાબેરી પક્ષો જ તેમનો વિરોધ કરી રહ્યા હતા એવું નથી પરંતુ સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં પણ વિરોધ હતો. અર્જુન સિંહ અને વાયલાર રવિ કોંગ્રેસ પાર્ટીના આંતરિક વિરોધના પ્રતિક બની ગયા હતા. પક્ષની લાગણીઓને ધ્યાનમાં રાખીને, રાવે એપ્રિલ 1992માં તિરુપતિમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)નું સત્ર બોલાવ્યું હતું. ત્યાં તેણે પોતાનું પ્રખ્યાત ભાષણ 'ધ ટાસ્ક અહેડ' આપ્યું હતું. જેમાં તેમણે બજાર, અર્થતંત્ર અને રાજ્યના સમાજવાદ વચ્ચે મધ્યમ માર્ગ પસંદ કરવાની વાત કરી હતી અને તેમની નીતિઓના સમર્થનમાં જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ટાંક્યા હતા. અહીં તેમના ભાષણમાં, તેમણે એક દૂરંદેશી નીતિની રૂપરેખા આપી હતી જેને સમાવેશી વિકાસની વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?