રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે જમ્મુ-કાશ્મીર પહોંચવાની છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પોતાના અંતિમ પડાવ પર આજે પહોંચવાની છે. મળતી માહિતી અનુસાર કઠુઆ ખાતે રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે. યાત્રા પઠાણકોટથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે.
આજે જમ્મુ-કાશ્મીરમાં થશે યાત્રાની એન્ટ્રી
કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. આજે આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરવાની છે. ત્યારે સુરક્ષાદળોએ સુરક્ષામાં વધારો કર્યો છે.
30 જાન્યુઆરીએ સમાપ્ત થશે યાત્રા
જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રભારી રજની પટેલે જણાવ્યું હતું કે ફારૂક અબદુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, સીપીએમ નેતા યૂસુફ તારિગીમી અને શિવસેના નેતા સંજય રાઉત રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. 30 જાન્યુઆરીના રોજ એક વિશાલ રેલી નિકળશે અને તે બાદ યાત્રાનું સમાપન થશે.