રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ પડાવ એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ છે. ગુરૂવારે આ યાત્રાએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરી લીધો હતો. આ યાત્રાએ જ્યારે પોતાની સફર શરૂ કરી તે દરમિયાન ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ પડવાને કારણે રાહુલ ગાંધી રેઈનકોટ પહેરેલા દેખાયા હતા.
જમ્મુ-કાશ્મીર પહોંચી ભારત જોડો યાત્રા
કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા પહોંચવાની હતી. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે હાલ આ યાત્રા પોતાના અંતિમ પડાવ એવા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ. કલાકારો, સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પહોચેલી આ યાત્રામાં શિવસેનાના સંજય રાઉત પણ રાહુલ ગાંધી જોડે ચાલતા નજરે પડ્યા હતા. ઉપરાંત ફારૂખ અબ્દુલ્લા પણ આ યાત્રામાં દેખાયા હતા.
રાહુલ ગાંધીએ પહેર્યો રેઈનકોર્ટ
રાહુલ ગાંધીએ જ્યારથી આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારથી તેઓ માત્ર ટી-શર્ટમાં જ દેખાય છે. તેમની ટી-શર્ટને લઈને પણ વિવાદ છેડાયો હતો. જમ્મુ કાશ્મીરમાં આ યાત્રા પહોંચી છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રાહુલ ગાંધી રેઈનકોર્ટ પહેરેલા નજરે પડ્યા હતા. પઠાણકોર્ટ બોર્ડર પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જાણું છું અહિંયાના લોકો પીડામાં છે. દરેક માણસ પરેશાન છે. હું તમારા દુખ વહેચવા આવ્યો છે. આ યાત્રા 30 જાન્યુઆરીના રોજ ખતમ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા 9 દિવસ રહેશે.