રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેમની યાત્રા 30 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આજે ફરી એક વખત આ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. અનંતનાગ જિલ્લામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી આ યાત્રાને રોકી દેવાઈ છે. રાહુલ ગાંધીની યાત્રામાં અનેક લોકો આવી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. બનિહાલમાં પોલીસ દ્વારા ભીડ નિયંત્રીત કરવામાં આવી ન હતી.
રાહુલ ગાંધીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ
જમ્મુ-કાશ્મીર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી છે. ત્યારે જમ્મુમાં રાહુલ ગાંધીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે કે યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ન હતો. તેમજ ભીડને નિયંત્રીત કરવામાં પણ ન આવી હતી. યાત્રામાં પુરતો પોલીસ બંદોબસ્ત કરવામાં ન આવ્યો હતો. આ અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા.