રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા સંપન્ન થવાની છે. ત્યારે ભારે વરસાદને કારણે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. રામબનમાં ભારે વરસાદ થવાને કારણે હવે આ યાત્રા પોતાનો સફર 27 તારીખે શરૂ કરશે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી.
અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે યાત્રા
કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. જમ્મુ-કાશ્મીર ખાતે આ યાત્રા પૂરી થવાની છે. આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા ચાલી રહી છે. યાત્રાનો આજે 131મો દિવસ છે. આ યાત્રા અનેક રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થઈ છે. 30 જાન્યુઆરીના રોજ આ યાત્રા પૂર્ણ થવાની છે.
ભારે વર્ષાને કારણે યાત્રા કરાઈ સ્થગિત
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા તેમજ વર્ષા થઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારે વર્ષા થઈ રહી છે. ભારે વર્ષા થવાને કારણે રાહુલ ગાંધીની યાત્રા આજ માટે સ્થગિત કરવામાં આવી છે. આવતી કાલે ગણતંત્ર દિવસ હોવાને કારણે યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે. 27 જાન્યુઆરી સવારે 8 વાગ્યે આ યાત્રા ફરી શરૂ થશે. શ્રીનગર ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે.