કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પદયાત્રાની શરૂઆત કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલેએ આપેલી જાણકારી મુજબ કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય સુધી યોજાશે. આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
#WATCH | "Second leg of Rahul Gandhi's Bharat Jodo Yatra to begin from Gujarat to Meghalaya," says Maharashtra Congress chief Nana Patole pic.twitter.com/KqjikjkDPK
— ANI (@ANI) August 8, 2023
આગામી મહિને થશે યાત્રાનો શુભારંભ
#WATCH | "Second leg of Rahul Gandhi's Bharat Jodo Yatra to begin from Gujarat to Meghalaya," says Maharashtra Congress chief Nana Patole pic.twitter.com/KqjikjkDPK
— ANI (@ANI) August 8, 2023રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો આગામી મહિનાથી જ શરૂ થશે તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ યાત્રાના પહેલા તબક્કામાં કોંગ્રેસના નેતાઓ ગરીબ અને જમીન સાથે જોડાયેલા લોકો સાથે સંપર્ક કરશે. આ યાત્રાનો હેતું ગરીબો, ખેડૂતો અને કામદારોની સમસ્યાઓની સમસ્યાઓ સમજવાનો છે. યાત્રાના પહેલા તબક્કા દરમિયાન રાહુલ ગાંધીએ 150થી વધુ દિવસ સુધી 14 રાજ્યોની પદયાત્રા કરી હતી.