Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiને મંદિર જવાથી રોકવામાં આવ્યા, નિવેદન આપતા કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-22 11:08:12

અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અનેક મોટી મોટી હસ્તીઓ આ મહોત્સવમાં સામેલ થવા અયોધ્યા પહોંચી રહ્યા છે. આ મહોત્સવનો બહિષ્કાર વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. મહોત્સવમાં ન આવવાનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનું ઉદ્ધાટન નથી, આ આર.એસ.એસ તેમજ ભાજપનો કાર્યક્રમ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને આજે મંદિર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

 

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ!

ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા થઈ હતી. આ યાત્રા આસામ પહોંચી છે. યાત્રા વખતે પીએમ મોદી પર તેમજ ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. અનેક નિવેદનો આપ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ મંદિરને લઈ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પહેલા તેમને મંદિરમાં જવાની અનુમતી મળી હતી પરંતુ હવે તેમને ત્યાં જવા માટે ના પાડવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ જે મંદિર વિશે વાત કરી તે શંકરદેવ મંદિર છે. આસામ પહોંચેલી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બતાદ્રાવા થાનના તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. પરંતુ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા.

આ મામલે મંદિર પ્રશાસન દ્વારા શું કહેવાયું?    

મંદિર પ્રશાસન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે કે કોંગ્રેસના સાંસદને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ અહીંના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અંગેની માહિતી રવિવારે જ આપી દેવામાં આવી હતી. સમિતીના મુખ્ય જોગેન્દ્ર દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...