થોડા સમય પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ હતી અને રાહુલ ગાંધીની આ યાત્રાને સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. રાહુલ ગાંધી આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે. આ યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી છે. મણિપુરમાં એક જાહેર સભા રાહુલ ગાંધીએ સંબોધી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા શાબ્દિક પ્રહાર
મણિપુરમાં હિંસા દિવસેને દિવસે વધી રહી છે. માહોલ શાંત થવાની જગ્યાએ ઉગ્ર બની રહ્યો છે. હિંસાના સમાચાર મણિપુરથી અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 14 જાન્યુઆરીથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. 14 જેટલા રાજ્યોમાંથી આ યાત્રા પસાર થવાની છે ત્યારે આ યાત્રા મણિપુર પહોંચી હતી. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ તેમજ મણિપુરમાં પીએમ મોદી નથી ગયા તેને લઈ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
પીએમ મોદીને મણિપુર જવાનો સમય નથી - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને મણિપુર જવાનો સમય નથી મળ્યો. ભાજપ-આરએસએસ માટે કદાચ મણિપુર ભારતનો ભાગ નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે 29 જૂન બાદ મણિપુરમાં શાસન વ્યવસ્થાનું સમગ્ર માળખું ધ્વસ્ત થઇ ગયું છે. સમગ્ર રાજ્યમાં નફરત ફેલાઈ ગઇ છે. આજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર જવાનો સમય મળ્યો નથી. કદાચ તેઓ મણિપુરને ભારતનો ભાગ જ માનતા નહિ હોય. ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા માટે લોકોએ અલગ અલગ વિચારો આપ્યા. કોઈએ કહ્યું પૂર્વથી શરૂ કરો, કોઇએ કહ્યું પશ્ચિમથી શરૂ કરો. પરંતુ મેં કહ્યું હતું કે યાત્રા તો મણિપુરથી જ શરૂ થશે.
છેલ્લા અનેક મહિનાઓથી મણિપુરમાં ભડકી છે હિંસા
મહત્વનું છે મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યો છે કે પીએમ મોદી શા માટે હજી સુધી મણિપુરની મુલાકાતે નથી ગયા? મણિપુર માટે નિવેદન પણ પીએમ મોદીએ નથી આપ્યું. મણિપુર મુદ્દે પીએમ મોદી શા માટે શાંત છે તેવા અનેક પ્રશ્ન કોંગ્રેસ દ્વારા અનેક વખત કરવામાં આવ્યા છે. ત્યારે જોવું રહ્યું કે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે..