વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણામાં ફર્ટિલાઈઝર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે હવે દેશમાં માત્ર એક જ પ્રકારનું યુરિયા હશે. ભારતમાં યુરિયાની માત્ર એક જ બ્રાન્ડ હશે, બ્રાંડની કિંમત અને ક્વોલિટી પણ નિર્ધારીત કરવામાં આવી છે. મોદીએ તેલંગાણાના રામાગુંડમમાં નિર્મિત RFCLના આ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.
One Nation, One Fertilizer. pic.twitter.com/05ooWPqtSw
— PMO India (@PMOIndia) November 12, 2022
વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના શું છે?
One Nation, One Fertilizer. pic.twitter.com/05ooWPqtSw
— PMO India (@PMOIndia) November 12, 2022મોદી સરકારે દેશમાં એક જ છત નીચે તમામ કૃષિ સામગ્રી સસ્તા દરે મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. આજ યોજનાના ભાગરૂપે દેશમાં સિંગલ બ્રાન્ડ 'ભારત' ના નામ હેઠળ વેચી શકાશે. આ યોજના હેઠળ, તમામ પ્રકારના ખાતરો, પછી તે યુરિયા, ડીએપી અથવા એનપીકે, એક જ બ્રાન્ડ નામ “ભારત” હેઠળ વેચવામાં આવશે. ખેડૂતોને આ યોજનાથી સમયસર ફર્ટિલાઈઝરનો જથ્થો મળી શકશે.