સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના જણાવ્યા મુજબ સાઉદી અરેબીયાથી તેમને એક કોલ આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકી મળતા દેવકીનંદન મહારાજે પોલીસમાં ફરિયાદ કરાવી છે.
બોમથી ઉડાવી દેવાની મળી ધમકી
મહારાષ્ટ્રના ખારઘરમાં દેવકીનંદન મહારાજની ભાગવત કથા ચાલી રહી છે. દેવકીનંદનજીના જણાવ્યા અનુસાર તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સાઉદી અરબથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળતા મહારાજે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. ધમકી મળતા કથા મંડપમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકી મળતા મહારાજના અનુયાયીઓમાં તેમજ તેમના શિષ્યોમાં ચિંતા વ્યાપી ઉઠી છે.
પોલીસમાં નોંધાવી ફરિયાદ
શનિવારે દેવકીનંદન મહારાજને પર્સનલ નંબર પર ધમકી ભર્યો ફોન આવે છે. ફોન ઉપાડતા જ ફોન કરનાર વ્યક્તિએ મહારાજ પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવાની ધમકી આપી હતી. મહારાજે આ ફોનનું રેકોર્ડિંગ કર્યું. અને ટ્વિટર પર પોસ્ટ કરી પોલીસને જાણ કરી. ઉપરાંત અમિત શાહને, દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે.