ભાગવંત માનનો ભાજપ સામે મોટો આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:10:42

આમ આદમી પાર્ટી રોજ ચર્ચામાં હોય છે ક્યારેક અરવિંદ કેજરીવાલની ગેરંટી તો ક્યારેક નેતાઓના નિવેદન આજે ફરી આમ આદમી પાર્ટીનાં પંજાબના મુખ્યમંત્રીએ વિડિયો ટ્વીટ કર્યો જેમાં તેમને બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે આપના MLA ને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓને વિશ્વાસ છે કે તેમના ધારાસભ્યો ઈમાનદાર છે. આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યું અને લખ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યો ઈમાનદાર છે આ કોંગ્રેસ નથી અમને ખરીદવું કોઈની તાકાતની વાત નથી.  


વાસ્તવિકતા કોને ખબર? 

પેહલા પણ મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમને ભાજપ તરફથી ઓફર આવી હતી અને તેમને ખરીદવાની કોશિશ થઈ રહી હતી. હવે પંજાબથી પણ આવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે તેમને કોણે ઓફર આપી એ પૂછવામાં આવ્યું ત્યારે તેમને નામ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મુદ્દામાં વાસ્તવિકતા શું છે એ મોટો સવાલ છે 


અરવિંદ કેજરીવાલની નવી રણનીતિ 

અરવિંદ કેજરીવાલ પહેલા ભાજપ પર પ્રહાર કરતાં હતા પણ હવે તેમણે કોંગ્રેસને પણ નિશાને લઈ રહ્યા છે. થોડા દિવસ પેહલા અમદાવાદમાં પત્રકારો દ્વારા સવાલ પૂછતાં તેમણે નિવેદન આપ્યું કે તેમને લાગે છે બીજેપી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનવા માંગે છે, એટલે અરવિંદ કેજરીવાલ હવે  શામ-દામ-દંડ. ભેદની રાજનીતિ અપનાવી રહ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...