ખેડૂતોને પિયત માટે ભાદર -1 ડેમમાંથી છોડાયું પાણી, સૌરાષ્ટ્રના આ તાલુકાઓનાં ધરતીપુત્રોને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-19 14:13:27

રાજ્ય સરકારે ખેડૂતોના કૃષિ પાકને બચાવવા માટે વિવિધ ડેમમાં રહેલું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જેતપુર, ધોરાજી, જુનાગઢ,સહિત 45 ગામના ખેડૂતોના હિતમાં ભાદર -1 ડેમમાંથી પાણી છોડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -1 માંથી ખેડૂતોને પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.


ખેડૂતોએ પિયત માટે પાણીની કરી હતી માંગણી


સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ એ રાજકોટ જિલ્લાની જીવાદોરી છે. આ પહેલા 4500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર 1 ડેમ ની કુલ સપાટી 34 ફૂટ ની ધરાવતો અને 6648 MCFT પાણીની કુલ ક્ષમતા ધરાવે છે. ભાદર-1 ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિ.મી ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-1 ડેમ છે.


ઉનાળા માટે 1670 MCFT પાણીનો જથ્થો અનામત


ભાદર 1 ડેમમા હાલ 1670 MCFT જથ્થો એટલે કે 18.90 ફૂટ પાણી હોઈ ઉનાળામાં કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહેશે નહીં. ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગત નર્મદા પાણીનો આધાર રહેશે. ખેડૂતોને પ્રી ખરીફ વાવેતર માટે 1000 MCFT પાણી કેનાલ મારફતે આપવામાં આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?