ઘણા સમયથી પિંક વોટ્સએપની ચર્ચા થઈ રહી છે. પિંક વોટ્સએપ ડાઉનલોક કરવાથી લોકો સાથે ફ્રોડ થઈ રહ્યા છે. દેશમાં ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે અને હેકર્સ અવનવી તરકીબથી લોકોને લૂંટતા હોય છે. હેકર્સે હવે સોશિયલ મીડિયા પર જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે તેવી મેસેજિંગ એપ વોટ્સએપને પોતાનું હથિયાર બનાવ્યું છે.. જેમાં યુઝર્સને વોટ્સએપના નવા વર્ઝન સાથેના પિંક રંગના લોગો વાળું વોટ્સએપ ડાઉનલોડ કરવાની લિંકનો મેસેજ આવે છે.. જેવો યુઝર તે લિંક પરથી વોટ્સએપ ડાઉનલોડ કરે કે તરત જ તેનો ફોન હેક થઇ જાય છે..
અનેક રાજ્યોના લોકો બની ચૂક્યા છે સ્કેમનો ભોગ
યુઝરના કોન્ટેક નંબર્સ, ફોટા-વીડિયો, બેંક ડિટેલ્સ સહિતની બધી વિગતો હેકર પાસે જતી રહે છે.. સૌથી વધારે આનો ભોગ બને છે એન્ડ્રોઇડ યુઝર્સ. દેશના અલગ અલગ રાજ્યોમાં આ સ્કેમની ફરિયાદો સતત પોલીસ પાસે આવી રહી છે.. અત્યાર સુધીમાં તેલંગાણા, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં લોકો ઓલરેડી આ સ્કેમનો ભોગ બની ચુક્યા છે.. મુંબઇ પોલીસે પિંક વોટ્સએપના સ્કેમને લઇને એડવાઇઝરી જાહેર કરી છે.. જેમાં અધિકારીઓને કોઇપણ અજાણી લિંક પર ક્લીક કરવાની મનાઇ કરવામાં આવી છે.. કેમકે આ લિંક પર કલિક કરતાની સાથે જ એક કરપ્ટ સોફ્ટવેર તેમાં ઇન્સ્ટોલ થઇ જાય છે.. અને આ સોફ્ટવેર ફોનની અંદર રહેલી તમામ ખાનગી માહિતી ચોરી લે છે..
વોટ્સએપે કોઇ જ નવું વર્ઝન હાલમાં કાઢ્યું નથી
જો લીંક પર ક્લીક કરવામાં આવશે તો લિંકમાં વોટ્સેપ ઓફિશીયલી લોન્ચ પિક લોગો એવું પણ લખાઇને આવી શકે છે જેના પરથી તમને એવું લાગે કે કદાચ વોટ્સએપએ નવું વર્ઝન કાઢ્યું હશે.પણ એમ નથી વોટ્સએપે કોઇ જ નવું વર્ઝન હાલમાં કાઢ્યું નથી.. જે પણ વ્યક્તિ લિંક પર કલિક કરે તેનો ફોન હેક થયા પછી તેના જેટલા કોન્ટેક નંબર છે તે તમામ લોકોને મેસેજ જાય છે કે હું વોટ્સેએપનું નવું વર્ઝન વાપરી રહ્યા છો..તમે પણ ડાઉનલોડ કરો.. યુઝરને પોતાને પણ ખબર નથી હોતી કે તેના ફોનમાં જે સગા સંબંધીઓ, મિત્રોના નંબર છે તે નંબરોને તેણે આવો કોઇ મેસેજ પણ મોકલ્યો છે..
વિશ્વસનીય પ્લેટફોર્મથી જ કોઈ એપ કરવી જોઈએ ડાઉનલોડ
જ્યારે તમને સ્કેમ વિશે જણાવવામાં આવી રહ્યું છે તો તમને એમાંથી બચવાના ઉપાયો વિશે પણ માહિતગાર કરી દઉં. અજાણ્યા નંબરો પરથી કોઈ એપ ડાઉનલોડનની લિંક આવે તો ક્લિક કરવું નહિ એ તો ઘણીવાર તમે સાંભળ્યું હશે.. પણ હવે જાણીતા નંબરો પરથી મેસેજ આવે તો પણ ન જ કરવું.. કોઇપણ એપ જો ડાઉનલોડ કરવી હોય તો તે માટેના વિશ્વસનીય પ્લેટફોર્મ 2 જ છે.. ગૂગલ પ્લેસ્ટોર અને એપલ સ્ટોર..
જો ફોન હેક નથી થયો તો તરત અનઈન્સટોલ કરી દો પિંક વોટ્સએપ
જો તમે પિંક વોટ્સેપની લિંક પર ઓલરેડી ક્લિક કરી ચુક્યા છો અને ફોન હજુ સુધી હેક ન થયો હોય તો તાત્કાલિક તેને અનઈન્સ્ટોલ કરી દો. તે પછી ફેક્ટરી રિસેટ પર જઇ ફોન ફોર્મેટ મારી દો. આવું કરવાથી કોઇ માલવેર અથવા નકલી સોફ્ટવેર ફોનમાં ઇન્સ્ટોલ થયેલું હશે તો તે જતું રહેશે. ફોનમાં જ્યાં જ્યાં પણ પાસવર્ડ અથવા પેટર્ન લોક રાખી હોય તે બધા જ પાસવર્ડ અને પેટર્ન બદલી નાખો.. અને જો કોઇ ફ્રોડનો શિકાર તમે બની ગયા હોવ તો સાઇબર ક્રાઇમમાં તરત ફરિયાદ દાખલ કરો.. સાઇબર ક્રાઇમને લગતા સમાચારો પર નજર રાખો.. અને કોઇપણ વોટ્સએપ ગૃપમાં તમે પોતે કોઇ અજાણી લિંક શેર ન કરો.