બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, બે આરોપીઓ નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-06-13 21:49:12

ગુજરાતમાં 2002ના ચકચાર મચાવી દેનારા બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યાકાંડમાં 14 લોકોના મોત થયા હતા. આ મામલે 21 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પુરાવાના અભાવે વડોદરા કોર્ટે 2003માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી 2004માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા મામલો મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો.


14 લોકોના મોત થયા હતા


બેસ્ટ બેકરી પર ટોળાના હુમલામાં 14 લોકોના મોત થયા હતા. એડિશનલ સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ હર્ષદ સોલંકી અને મફત ગોહિલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી કેસમાં ટ્રાયલના પ્રથમ તબક્કા દરમિયાન મુંબઈની સેશન્સ કોર્ટે ફેબ્રુઆરી 2006માં 17માંથી નવ લોકોને દોષિત ઠેરવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે 2012માં તેમાંથી પાંચ દોષિતોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ અન્ય ચારની સજાને યથાવત રાખી હતી. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.


વડોદરામાં થયો હતો બેસ્ટ બેકરી હત્યાકાંડ


ગોધરા કાંડના બે દિવસ પછી, 1 માર્ચ, 2002 ના રોજ, ટોળાએ વડોદરામાં બેસ્ટ બેકરી પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને આગ લગાવી. ટોળાએ 14 લોકોની હત્યા પણ કરી હતી. ટોળાએ બેકરીના માલિક શેખ પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. 2003માં સ્થાનિક કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ 19 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ તેમને નિર્દોષ છોડવાની પુષ્ટિ કરી હતી.


ઝાહિરા  શેખે કરી હતી સુપ્રીમમાં અરજી


બેસ્ટ બેકરી હત્યાકાંડના પીડિતોમાંથી એક, ઝાહિરા બીબી શેખે એક એનજીઓના સહયોગથી ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીમાં ઝાહિરા  શેખે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આદેશને નિરસ્ત કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને કેસ મહારાષ્ટ્રમાં ચલાવવાનો હુકમ કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?