દેશના આ શહેરનો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વનું સૌથી ધીમું શહેર જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-16 13:41:03

દેશના તમામ મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી મોટી ચિંતાનો વિષય છે. ટ્રાફિક જામ ના પગલે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક શહેરો તો થોડા અંતર સુધી જઉ હોય તો પણ કલાકો લાગે છે. આ અંગે એક લેટેસ્ટ રિપોર્ટમાં જબરદસ્ત મોટો ખુલાસો થયો છે. વ્હીકલ ટ્રેકિંગ ટેકનોલોજી દ્વારા જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટએ એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે.  


આ રિપોર્ટમાં શું ખુલાસો થયો?


જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટના TomTom દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં બેંગલુરૂને દુનિયાનું બીજુ સૌથી ધીમુ શહેર જાહેર થયું છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં પિક અવર્સ દરમિયાન 10 કિલોમીટરનું અંતર પાર કરવામાં સરેરાશ લગભગ અડધો કલાક લાગે છે. બેંગલુરૂ બાદ બ્રિટનની રાજધાની લંડન આ મામલે સૌથી પહેલા ક્રમે આવે છે. અહીં 10 કિમી ચાલવામાં 36 મિનિટ 20 સેકન્ડ જેટલો લાગી જાય છે. ત્યાર બાદ આયરલેન્ડની રાજધાની ડબ્લિન, જાપાનનું શહેર સાપોરો અને ઇટાલીનું મિલાન અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.


સ્ટડી માટે કયા માપદંડ હતા?


વિશ્વના સૌથી ધીમા શહેરને લઈ કરાયેલા આ  સ્ટડી માટે ખાસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. આ સ્ટડીમાં પેટ્રોલ, ડીઝલની કિંમત તેમજ EV માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ડ્રાઈવિંગના ખર્ચ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે લાંબા ટ્રાફિક જામને કારણે કલાકોના નુકસાન અને કાર્બન ઉત્સર્જનને પણ ધ્યાનમાં લે છે. આ મામલામાં બેંગલુરુ પણ ટોપ-5માં સામેલ છે. ગત વર્ષ એટલે કે  2022માં બેંગલુરુમાં પિક અવર્સમાં સરેરાશ 129 કલાક ગુમાવ્યા હતા. આ મામલામાં શહેર ટોપ-5માં ચોથા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન, શહેરમાં ટ્રાફિક દરમિયાન પેટ્રોલ કારમાંથી 974 કિલો કાર્બન ઉત્સર્જન કરતા વાહનો મળી આવ્યા હતા. 2022માં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન ધરાવતા ટોપ-5 શહેરોમાં તે પાંચમા ક્રમે છે. આ સ્ટડીમાં ડીઝલ કારમાંથી ઉત્સર્જનનો ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.