અમૂલ ઉત્પાદનોનો બેંગ્લોર હોટેલ્સ એસોસિએશને કર્યો બહિષ્કાર, BBHAના પ્રમુખે શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 15:52:51

કર્ણાટકના દૂધ ઉત્પાદક ખેડૂતોને ટેકો આપતા, બ્રુહત બેંગ્લોર હોટેલ્સ એસોસિએશન (BBHA) એ અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અને કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની નંદિની ડેરીના ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુના બજારમાં દૂધ અને દહીં રજૂ કરવાના ગુજરાત સ્થિત અમૂલના નિર્ણયને લઈ વિવાદ વધેલા આ પગલું લેવામાં આવ્યો છે.


કર્ણાટકના ખેડૂતોને BBHAનું સમર્થન


BBHAના પ્રમુખ પીસી રાવે જણાવ્યું હતું કે બેંગલુરુની હોટલો દરરોજ લગભગ 4 લાખ લિટર દૂધ અને લગભગ 40,000-50,000 લિટર દહીંનો ઉપયોગ કરી રહી છે. રાવે વધુમાં કહ્યું કે "KMFને દૂધ સપ્લાય કરતી ઘણી મહિલા ખેડૂતો છે. માત્ર હોટેલીયર્સ જ નહીં, પરંતુ દરેક વ્યક્તિએ આપણા કર્ણાટકના ખેડૂતો અને મહિલા ખેડૂતોને ટેકો આપવા માટે એક સામાજિક ફરજ તરીકે નંદિનીને ટેકો આપવો જોઈએ" 

 

BBHA દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, "આપણે કર્ણાટકનું ગૌરવ એવા નંદિની દૂધને સમર્થન આપવું જોઈએ. નંદિની દૂધએ ટેસ્ટી કોફી અને નાસ્તાની કરોડરજ્જુ છે. કર્ણાટકમાં અન્ય રાજ્યમાંથી દૂધ આવવાના સમાચાર છે. નંદિની દૂધને ટેકો આપવો એ આપણી જવાબદારી છે" 


નંદિની તુલનામાં અમૂલ દુધ મોઘું


અમૂલ દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54 છે, જ્યારે નંદિની ઓરેન્જ મિલ્ક રૂ. 43માં વેચાય છે. હોટેલીયર્સ નંદિનીને માત્ર રૂ. 11ના સ્પષ્ટ લાભને કારણે જ નહીં, પરંતુ તેઓ કર્ણાટકના ખેડૂતોની મદદ માટે આગળ આવવા કહી રહ્યા છે. રાવે કહ્યું, "અમૂલ વિવાદ વકર્યો તે પહેલાથી જ અમે નંદિનીનો ઉપયોગ કરતા હતા. અને અમે અમારા ખેડૂતો અને KMFને સમર્થન આપવા માટે નંદિનીને સમર્થન આપવાનું ચાલુ રાખીશું."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?