કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, સિલિકોન સીટી તરીકે જાણીતા બેંગલુરૂના માર્ગોથી લઈને મકાનો,ઓફિસો જળમગ્ન થઈ ગયા છે, શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ઘરોથી ઓફિસ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઈટી કંપનીઓના કામકાજ પર પણ વરસાદના કારણે ભારે અસર થઈ છે.
હજુ પણ ભારે વરસાદની આગાહી
બેંગલુરૂના નિચાણવાળા વિસ્તારોના અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, અતિ ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું છે, હવામાન વિભાગે પણ શહેરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેથી લોકોની સમસ્યા હજુ પણ વધશે. હવામાન વિભાગે બેંગલુરૂ અને અન્ય વિસ્તારો જેવા કે કોડાગુ, ઉત્તર કન્નડ, ઉડુપી અને ચિકમંગલૂર માટે યલો એલર્ટ જાહેર કરી છે. મુશળધાર વરસાદથી બેહાલ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે, તેમણે જળમગ્ન વિસ્તારોમાંથી પાણીને કાઢવા માટે તાત્કાલિક પગલા ભરવાની પણ વાત કહી છે.
પીવાના પાણીના ફાંફા
બેંગલુરૂ સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના માર્ગો પર 2 કિમી લાબો ટ્રાફિક જામ જોવા મળ્યા હતો. જો કે હવે લોકોને પીવા યોગ્ય શુધ્ધ પાણીના પણ ફાંફા પડી રહ્યા છે, બેંગલુરૂ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે મંગળ અને બુધવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં આપવાની ચેતવણી આપી છે.
New experience for IT professionals in Bengaluru, take tractor rides to reach office
— ANI Digital (@ani_digital) September 6, 2022
Read @ANI Story | https://t.co/ugCyyxKMac#bangalorerains #bengalurufloods #BengaluruRain pic.twitter.com/8KyYbOaJ1s