મમતા બેનર્જીના BJP પર પ્રહાર “આપણે અંગ્રેજોને ભારત છોડવા કહ્યું હતું, આજે અમે કહીએ છીએ ભાજપ સરકાર દિલ્હી છોડે”


  • Published By :
  • Published Date : 2023-08-09 18:33:44

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોની સ્થિતી સુધારવામાં ભાજપનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. આ ભગવા પાર્ટીને દેશ નિકાલ કરવી જોઈએ. ત્રણ દિવસના વહીવટી પ્રવાસ પર નિકળેલા મમતા બેનર્જીએ કહ્યું કે આ જાતિય સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસી સંકટનો સામનો કરી રહ્યા છે, અને તેમની દુર્દશા સાંભળનારો કોઈ નથી. ભારતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે, અને કેન્દ્ર આ મામલે તદ્દન ઉદાસીન છે.  


PM મોદી પર આકરા પ્રહાર


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારે દિલ્હી છોડી દેવું જોઈએ. તેમણે ભારત છોડો આંદોલનની 81મી વર્ષગાંઠના અવસરે આ ટિપ્પણી કરી હતી. “અમે અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું. આજે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દિલ્હી છોડે,” બેનર્જીએ વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઝારગ્રામના આદિવાસી બહુલ જિલ્લામાં વહીવટી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાને ચૂંટણી પહેલા જે વચનો આપે છે તેનો એક ટકા પણ પૂરો કરતા નથી. વધુમાં  તેમણે કહ્યું કે "તમને કેન્દ્રમાં સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી". 


ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું


'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મજબૂત ભારત માટે સદ્ભાવના અને માનવતાના વિચારોને યથાવત રાખવા પડશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ કહ્યું કે ભારતની અવધારણા (આઈડિયા ઓફ ઈન્ડિયા) ખતમ ન થવી જોઈએ નહીં. મમતાએ કહ્યું કે 'ભારત છોડો' દિવસના અવસર પર અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળની ઉપેક્ષા સામે લડીશું. મમતાએ કહ્યું કે રાજ્યપાલનું પદ બંધારણીય છે, તેની બંધારણીય મર્યાદા છે. તેમણે કહ્યું કે મણિપુરમાં આદિવાસી લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેમની તકલીફો સાંભળનારૂ કોઈ નથી. મમતાએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું બહુમતીની ફરજ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?