પુતિન સાથે ફક્ત થોડી મિનિટોની મુલાકાત, અને બેલારૂસના રાષ્ટ્રપતિ હોસ્પીટલ ભેગા થયા !


  • Published By :
  • Published Date : 2023-05-29 20:52:59

1.  લુકાશેંકોને ઝેર અપાયું?

બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મોસ્કોમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ લુકાશેંકોની તબિયત લથડી હતી અને તેમને મોસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. રાષ્ટ્રપતિ લુકાશેંકોને ઝેર આપવામાં આવ્યુ હોવાની અટકળો પણ થઈ રહી છે. જો કે આ અંગે બેલારૂસ કે રશિયન સરકારની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.



2. ફિર એકબાર એર્દોગાન સરકાર!

તુર્કીયેમાં ફરી એકવાર રસેપ તૈયપ એર્દોગાનનું શાસન, સતત 11મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા.. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અગાઇ 14 મેના રોજ તુર્કીયેમાં મતદાન યોજાયું હતું પરંતુ તેમાં સ્પષ્ટ બહુમતી ન મળતા રન ઓફ રાઉન્ડ એટલે કે બીજા તબક્કાનું મતદાન યોજવામાં આવ્યું  હતું.. જેમાં 52 ટકા મત સાથે એર્દોગાન વિજયી બન્યા હતા..


3. સ્પેન હોય કે ભારત, સ્થિતિ બધેય સરખી!

સ્પેનની રાજધાની મેડ્રીડ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી..જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. ઘણા વિસ્તારોમાં કમર સુધી પાણી ભેગું થઈ ગયું હતું અને લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. મેડ્રીડના નીચાણવાળા વિસ્તારોમાં એક કાર ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગઇ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે..


4. ઓસ્ટ્રેલિયામાં ધ્રુજી ધરતી

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આશરે 5થી10 સેકન્ડ સુધી સ્થાનિકોએ ધરતી હલી રહી હોવાનો અનુભવ કર્યો હતો. .જોકે મેલબોર્નના બાંધકામના નિયમો પ્રમાણે 6.5 થી 7 સુધીની તિવ્રતાના ભૂકંપ સામે ટકી શકે તેટલુ મજબૂત ઇમારતોનું બાંધકામ ફરજિયાત છે. રાજ્ય સરકાર દ્વારા ઈમારતોમાં તિરાડો પડી છે કે નહી તે ચેક કરવા માટે એક વિશેષ ટીમને મોકલવામાં આવી રહી છે. 


5. ચીન અવકાશમાં માણસ મોકલશે

ચીન પહેલીવાર તેના એક નાગરિકને અવકાશમાં મોકલવા જઇ રહ્યું છે.. ચીનની બેઇજીંગ યુનિવર્સિટી ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સના એક પ્રોફેસર હૈચાઓને ટિંઆનગોંગ સ્પેસ સ્ટેશનના સ્પેસ પ્રોગ્રામ દ્વારા આવતીકાલે અવકાશમાં મોકલવામાં આવશે..ચીને આ પ્રોગ્રામ હેઠળ અબજો રૂપિયાનો ખર્ચો કર્યો છે.. અને આ પ્રોગ્રામ વડેતે અમેરિકા અને રશિયા સાથે સ્પર્ધામાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે..



6. એકસાથે 54 ડ્રોનથી રશિયાએ કર્યો હુમલો

રશિયન મિલીટરીએ યુક્રેનના ઓડેસા અને કીવ શહેરમાં કુલ 54 ડ્રોન વડે એકસાથે હુમલો કર્યો હતો.. જેમાં યુક્રેનના 3 નાગરિકોના મોત થયા છે.. કીવ તેના સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.. આ હુમલો 5 કલાક સુધી ચાલ્યો હતો જેમાં યુક્રેને પણ વળતો જવાબ  આપતા અંદાજે 40 જેટલા ડ્રોન યુક્રેને તોડી પાડ્યા હતા 



7. બાઇબલ રાખવા બદલ મળી સજા

ઉત્તર કોરિયામાં એક ખ્રિસ્તી પરિવારને ફક્ત તેમના ધર્મનું પાલન કરવા અને બાઇબલ રાખવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે... આ સજામાં 2 વર્ષનું બાળક પણ સામેલ છે...  અમેરિકાના વિદેશ વિભાગે જાહેર કરેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયામાં બાઇબલ રાખવા બાદલ લોકોને આજીવન કેદથી લઇને મોતની સજા પણ આપવામાં આવી રહી છે.. ઉપરાંત ખ્રિસ્તી મહિલાઓની જાતીય સતામણી પણ થઇ રહી છે.. અત્યાર સુધીમાં 70 હજાર લોકોને ખ્રિસ્તી ધર્મ પાળવા બદલ સજા થઇ ચૂકી છે.. આ મુદ્દો યુનાઇટેડ  નેશન્સમાં પણ ઉઠ્યો હતો. ડિસેમ્બર 2022માં ઉત્તર કોરિયામાં માનવઅધિકારોના ઉલ્લંઘનને લઇને ઠરાવ પસાર કરવામાં આવ્યો  હતો જેને અમેરિકા સહિત વિકસિત દેશોએ સમર્થન આપ્યું હતું..  


8. ઇમરાને ફરકાવ્યો સફેદ વાવટો

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટીને એક  પછી એક ઘણા નેતાઓ છોડી રહ્યા છે ત્યારે ઇમરાન ખાને હવે પાકિસ્તાનની શાહબાઝ સરકાર સાથે વાતચીત કરી સમાધાનની ઓફર મુકી છે.. જોકે હવે શાહબાઝ શરીફની સરકારે આ ઓફરને ફગાવી દીધી છે. પાકિસ્તાની સરકારના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, દેશ પર હુમલા કરનારાઓને તો દંડ આપવામાં આવતો હોય છે, તેમની સાથે વાતચીત નથી કરાતી. બેકફૂટ પર આવી ગયેલા ઇમરાન ખાને પહેલા પણ સંધિની પહેલ મુકી હતી પણ શાહબાઝ સરકાર તરફથી તેને કોઇ સમર્થન મળ્યું ન હતું. ... 


9. "માતાપિતા નરભક્ષી હતા એટલે મારી નાખ્યા"

અમેરિકાના ટેક્સાસના નેશ શહેરમાં 18 વર્ષીય સગીરે તેના માતાપિતા બહેન અને નાના ભાઇની હત્યા કરી નાખી.  સગીરે હત્યા પાછળ એવું કારણ આપ્યું છે કે મારા પરિવારજનો નરભક્ષી હતા અને તેમણે મને મારીને ખાઇ જવાની યોજના બનાવી હતી એટલે મે  તેમને મારી નાખ્યા. ઘટના બાદ  સગીરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી લીધું છે અને પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ  હાથ  ધરી છે....  



10. બ્રિટનના વિઝા કરાવનારને ફટકો!

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ અટક્યું છે.. ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ એટલે દેશો વચ્ચે મુક્તપણે વેપાર જે પ્રકારે થવો જોઇએ, જે ચીજવસ્તુઓને લઇને થવો જોઇએ તેના સમાન ધારાધોરણો નક્કી કરવા તે. સ્કોચ, કાર અને વિઝા જેવા મુદ્દાઓ પર ભારત અને બ્રિટન વચ્ચે મતભેદો છે.. સ્કોચ વ્હિસ્કી અને બ્રિટિશ બ્રાન્ડની કાર પર  ભારત ટેક્સ ઘટાડવા તૈયાર નથી જ્યારે બ્રિટન ભારતીય પ્રોફેશનલ્સને વિઝા આપવા તૈયાર નથી.. ભારત સ્કોચ વ્હિસ્કી પર 150 ટકા આયાતવેરો લગાડે છે.. જેમાંથી 3100 કરોડ  રૂપિયાની આવક દેશમાં આવે છે.. જ્યારે બ્રિટિશ પ્રિમિયર  કાર  પર 70થી 100  ટકા વેરો લાગે છે..બ્રિટનને માગણી કરી છે કે વેપારને લગતા વિવાદોની સુનાવણી ભારતીય અદાલતો નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય અદાલતોમાં  થાય જે અંગે ભારત ઇનકાર કરી રહ્યું છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?