વલસાડમાં ભિખારીનું ભૂખમરાથી મોત, મૃતક પાસેથી મળી આવ્યા રૂ. 1.14 લાખ, ભિક્ષુકના મોતે ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-12-05 22:11:33

રસ્તા પર રોજ તમને પણ ઘણા ભિખારીઓ મળતા જ હશે અને મદદ માટે પૈસા માંગતા હશે. જો કે ક્યારેક ભીખારીઓ પણ લાખોપતિ હોય છે, આજે એક ભિક્ષુકનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક લખપતિ ભિક્ષુક ભૂખના માર્યા મરી ગયો હોવાનું સામે આવ્યું છે. કોઈ ભિખારી જયારે ભૂખથી મરી જાય તો આપણને લાગે કે કોઈએ મદદ નહિ કરી હોય. જેના કારણે કોઈ બિચારા ભિક્ષુકનું મોત થઇ ગયું. પણ જો ભિખારી પાસે લાખ રૂપિયા હોય તોય એ ભૂખથી મરી જાય તો આપણને આ વાત ગળે ઉતરે નહિ, પણ આ વાત સાચી છે.


ભિખારી પાસેથી મળી આવ્યા  1.14 લાખ રૂપિયા


વલસાડમાંથી એક ભિખારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભિખારી કહેવાતા 50 વર્ષીય વ્યક્તિને રવિવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે 1.14 લાખ રૂપિયાની રોકડ હતી. પરંતુ થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે એક દુકાનદારે ઈમરજન્સી નંબર 108 પર ડાયલ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધી લાયબ્રેરી પાસે રોડ કિનારે એ જ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી એક ભિખારી પડેલો હતો. દુકાનદારે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિની તબિયત બગડતી જણાતી હતી. આ પછી ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધ સાથે વાત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાવેશ પટેલે કહ્યું, ‘તે ગુજરાતી બોલતો હતો. તેણે જણાવ્યું કે તે વલસાડના ધોબીતલાવ વિસ્તારમાં રહે છે. દુકાનદારે અમને કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ હલનચલન કરી રહ્યો નથી. ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યારે 1.14 લાખની રોકડ મળી આવી હતી. રોકડમાં રૂ.500ની 38 નોટો, રૂ.200ની 83 નોટો, રૂ.100ની 537 નોટો અને રૂ.20 અને રૂ.10ની અન્ય નોટોનો સમાવેશ થાય છે. આ બધી નોટો ભેગી કરીને તેના સ્વેટરના ખિસ્સામાં પ્લાસ્ટિકની નાની થેલીઓમાં લપેટી હતી. અમે મેડિકલ ઓફિસરની સામે વલસાડ શહેર પોલીસને રોકડ આપી હતી.


ભિખારીની મોત અંગે અનેક તર્કવિતર્ક


માહિતી આપતાં વલસાડ સિવિલ હોસ્પિટલના ડો.ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે, જ્યારે દર્દીને અમારી પાસે લાવવામાં આવ્યો ત્યારે તેણે ચા મંગાવી હતી. અમને લાગ્યું કે તે ભૂખ્યો હતો અને તેનું બ્લડ સુગર લેવલ નીચે ગયું હતું. અમે સલાઈન નાખ્યું અને સારવાર શરૂ કરી. એક કલાક પછી તેનું મૃત્યુ થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેણે કંઈ ખાધું ન હતું. ભિખારીની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે વ્યવસ્થિત રીતે 500, 200 અને 100 રૂપિયાની નોટોના બંડલમાં રાખેલી રોકડ જપ્ત કરી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ ભિક્ષુક બીમાર હતા એટલે જમતા નહોતા અને ભૂખ્યા રહેવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું  ત્યારે તમને સવાલ થશે કે જો આ ભિક્ષુક પાસે આટલા રૂપિયા હતા અને ભૂખ્યા હતા તો પછી જમ્યા કેમ નહિ આ જ બાબતે અત્યારે તપાસ કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.