PMના કાર્યક્રમ પહેલા ગુજરાત પોલીસની હાલત કફોડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:21:55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ તેઓ પ્રવાસ કરશે અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાવાના છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પરંતુ તેમની સંભાળ નથી રાખવામાં આવતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે તે મુજબ સમાચાર વહી રહ્યા છે કે પોલીસની હાતલ કફોડી છે.


ગુજરાત પોલીસની કફોડી હાલત 

પ્રધાનમંત્રીના પ્રવાસ માટે તેમની સુરક્ષાને ધ્યાને લેતા ગુજરાત પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસને સવારે પાંચ વાગ્યે બોલાવી લેવામાં આવે છે અને રાત્રે 9 વાગ્યા સુધી તેમને સેવા આપવાની હોય છે. તેમની જમવાની વ્યવસ્થા પેપર પર થઈ છે પરંતુ હકીકતમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું તેવા સમાચાર મળી રહ્યા છે. 


પોલીસ જવાનો જમવા માટે કોઈ સુવિધા નથી

અમદાવાદ ખાતે તહેનાત પોલીસ જવાનો માટે સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા નથી કરવામાં આવી. કાગળિયા પર તેમને બે સમયનું ભોજન આપવામાં આવે છે પરંતુ ખરેખરમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું. કાગળિયા પર સુવિધા આપી હોવા છતાં હકીકતમાં પોલીસ જવાનોને સવારે બપોરે અને સાંજે પોતાના પૈસે જમવું પડી રહ્યું છે. 


ખોટું મેનું બનાવી કોણ પૈસા ચરી ખાય છે?

પોલીસ જવાનોને સવારના નાસ્તાથી લઈ રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થા કાગળિયા પર કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં પોલીસને જમવાની કોઈ સુવિધા નથી ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે તો આ બિલ પાસ કોણે કરાવ્યું હતું? આ બધા બિલના પૈસા કોના ખિસ્સામાં જાય છે? પોલીસને હાલ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને જમી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. 


ઓન પેપર મેન્યૂમાં શું ભોજન છે?

27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના પોલીસના જમવાના મેન્યૂ બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટે સવારે ચા-કોફીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સવારે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી પોલીસના નાસ્તાનો સમય રખાયો છે. જો કે આપવામાં નથી આવતો તે વાત અલગ છે. બપોરે 11 વાગ્યાથી અઢી વાગ્યા સુધી બપોરનું ભોજન આપવામાં આવે છે અને કાગળિયા પર જ રાત્રે સાડા છ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી રાત્રીનું ભોજન આપવામાં આવે છે. ભોજનમાં ઘણી બધી વાનગીઓ પેપર પર લખવામાં આવે છે જે પોલીસ જવાનોને હકીકતમાં ભાગ્યે નથી. 




આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.