Loksabha Election પહેલા કેન્દ્ર સરકારે CAAને લઈ કરી મોટી જાહેરાત, જાણો આ કાયદાનું 360 ડિગ્રીનું એનાલિસીસ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 15:49:54

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે અને આ બધા વચ્ચે ગઈકાલ સાંજે પીએમ મોદીએ એક સંબોધન કર્યું. એવું માનવામાં આવતું હતું કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે અને જે પ્રમાણે ધાર્યું હતું તે પ્રમાણે જ થયું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સીએએને લઈ નિવેદન આપ્યું હતું. ગઈકાલ સાંજથી સીએએ એટલે કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના રૂલ્સને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરી દેવાયા છે , અને CAA આખા દેશભરમાં લાગુ થઈ ચૂક્યું છે  અને આજે તો IUML (ઈન્ડિયન યુનિયન મુસ્લિમ યુગ) CAA પર સ્ટે સામે SUpreme કોર્ટમાં પહોંચી ગયું છે . આવો વિગતવાર જાણીએ આ કાયદા વિશે...



2019માં પસાર થઈ ગયો છે આ અંગેનો કાયદો!

વર્ષ ૨૦૧૮નું વર્ષ હતું , કેન્દ્ર સરકાર બે શબ્દો ચર્ચામાં લઈને આવી એક હતું CAA અને બીજો શબ્દ હતો NRC. CAAનો મતલબ સિટિઝનશીપ અમેન્ડમનેટ ACT અને NRCનો મતલબ થાય છે National registar of citizen.આપને જણાવી દઈએ આ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો કાયદો ૨૦૧૯માં લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ચુક્યો છે . આ CAAના આધારે જ હવે NRC લાગુ થશે. આ NRC વસ્તીગણતરી સાથે લાગુ કરવામાં આવશે. વાત કરીએ CAAની વિસ્તારથી તો , આ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ , મોદી સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલો કાયદો છે . 


શું છે કાયદો? 

આ કાયદાનો મૂળ હેતુ એ છે કે , ડિસેમ્બર ૩૧ ૨૦૧૪ પેહલા જે લોકો બાંગ્લાદેશ , પાકિસ્તાન , અફઘાનિસ્તાનથી પ્રતાડિત થઈને નોન મુસ્લિમ એટલે કે જેઓ મુસ્લિમ નથી એટલે કે , હિન્દૂ , શીખ , જૈન , બુદ્ધ , પારસી , ક્રિસ્ષ્યન ભારત આવ્યા તેમને નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો પસાર થતા જ સમગ્ર ભારતમાં લઘુમતી કોમ અને વિરોધ પક્ષ દ્વારા આક્રમકઃ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો . નોંધનીય છે કે કોઈ પણ કાયદાનું પાલન કરવા તેના નિયમો બનાવવા પડે છે , પરંતુ તેમાં સરકાર અગાઉથી જ ૪ વર્ષ મોડી પડી છે . આમાં સૌથી મોટું કારણ કોરોનાનું છે. પરંતુ હવે સરકારે નિયમો બનાવી દીધા છે . 



કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે? 

જે પણ શરણાર્થીએ નાગરિકતા લેવી હોય તેને ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે , આ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક પોર્ટલ CAA એક્ટ , ૨૦૧૯ અંતર્ગત lauch કરી દીધું છે જેનું નામ છે , ઈન્ડિયન સિટિઝનશીપ પોર્ટલ. આ પોર્ટલ પર અરજી કર્તાએ without any ટ્રાવેલ ડોક્યુમેન્ટ એપ્લાય કરવાનું રહેશે , પંરતુ તેઓ કયા વર્ષમા આવ્યા તે જ જણાવવાનું રહેશે . આના વધારામાં પાસપોર્ટ , જન્મ પ્રમાણ પત્ર , ત્યાંનું શૈક્ષણિક પ્રમાણપત્ર , ત્યાંની સરકાર વતીથી પ્રસિદ્ધ કરાયેલું પણ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજમાંથી  કોઈ પણ બતાવવું પડશે.


કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે?

 ભારતમાં નોંધણી અધિકારી (FRRO) એને વિદેશી નોંધણી અધિકારી (FRO)એ આપેલા કાગળો પણ પુરાવા તરીકે જમા કરાવી શકાશે . સાથે જ વસ્તીગણતરી સમયે અપાતી ચીઠ્ઠી પણ પુરાવો ગણી શકાશે . અરજદાર ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ આધાર કાર્ડ , ડ્રાઇવિંગ license,રેશન કાર્ડ , જન્મ પ્રમાણપત્ર , કોર્ટ તરફથી અપાયેલા કોઈ દસ્તાવેજ , જમીની દસ્તાવેજ , પાનકાર્ડ , બેંક અને પોસ્ટ ઑફિસના દસ્તાવેજ , વીજળી અને પાણીનું બિલ , શાળા અને કોલેજના દસ્તાવેજ તથા લગન પ્રમાણપત્ર સહીત અનેક દસ્તાવેજો બતાવીને પણ નાગરિકતા માટે અરજી કરી શકે છે . 


મુસ્લિમ પક્ષે કર્યું આ કાયદાનું સમર્થન

હવે આપને પ્રશ્ન થશે કે અફઘાનિસ્તાન , પાકિસ્તાન , બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ પ્રવાસીઓનું શું થશે ? નાગરિકતા અધિનિયમની કલમ ૬ હેઠળ NEUTRALISATION કે કલમ ૫ હેઠળ નોંધણી હેઠળ મુસલમાન સહીત કોઈ પણ વિદેશી નાગરિક ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે , તે પ્રમાણે આ ૩ દેશોમાંથી આવેલા સેંકડો મુસ્લિમોને પણ ભારતીય નાગરિકત્વ અપાયું છે . એ પણ વ્યવસ્થા યથાવત રહેશે .આપને જણાવી દઈએ કે ALL INDIA MUSLIM જમાતે આ કાયદાનું સમર્થન કર્યું છે .



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?