આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. આ ઈન્ડિયા અલાયન્સમાં અનેક રાજકીય પાર્ટીઓ સામેલ થઈ છે. પરંતુ કોઈ પાર્ટી સાથે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત બસપા પ્રમુખ માયાવતી દ્વારા કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલી લડશે. કોઈ પાર્ટી સાથે 2024ની લોકસભા ચૂંટણી માટે તે ગઠબંધન નહીં કરે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સરકાર પર માયાવતીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ગઠબંધનને લઈ માયાવતી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત
એક તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણનીતિ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ભાજપને લોકસભામાં હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આજે માયાવતી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી બસપા એકલી લડશે, પોતાના દમ પર. કોઈની સાથે ગઠબંધન બસપા દ્વારા નહીં કરવામાં આવે.
શું કહ્યું માયાવતીએ ગઠબંધન વિશે?
માયાવતીએ જાહેરાત કરતા કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણી બીએસપી પોતાના દમ પર લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બસપા કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે. ચૂંટણી પછી ગઠબંધન પર વિચાર કરવામાં આવશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં અમારી પાર્ટીને નુકસાન થાય છે. ગઠબંધનમાં બસપાને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.