લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવની છે. ચૂંટણી પહેલા સરકાર સામે સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના સહિત અનેક મુદ્દાઓને લઈ ગાંધીનગર સચિવાલયને ઘેરવા માટે કર્મચારીઓ નીકળ્યા હતા. ગુરુવારે મહેસાણા જિલ્લામાં શિક્ષકોએ વ્યક્તિગત આવેદનપત્રો તૈયાર કર્યા હતા અને શુક્રવારે એટલે કે આજે ગાંધીનગર મુખ્યમંત્રીને આપવા માટે નવા સચિવાલય પહોચ્યા હતા. પરંતુ આવેદનપત્ર આપવા આવી રહેલા કર્મચારીઓને રોકવા માટે ગેટ બંધ કરી દેવાયા હતા તેવી માહિતી સામે આવી છે.
OPSને લઈ સરકારી કર્મચારીઓએ ફરી ઘેર્યુ ગાંધીનગર
— Jamawat (@Jamawat3) March 15, 2024
.#ops #gandhinagar #protest #OldPensionScheme #goverment #employee #jamawat pic.twitter.com/fanIWGH1BQ
જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓનો હલ્લાબોલ!
છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઓપીએસને લઈ સરકારી કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો હતો.
ગાંધીનગર સચિવાલય આવવાના હતા આવેદનપત્ર આપવા!
સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અલગ અલગ માર્ગ પ્રદર્શનકારીઓએ અપનાવ્યો છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે તાલુકા, જિલ્લાકક્ષાએ આવેદન, કાળી પટ્ટી પહેરવી તેમજ, કાળા કપડા પહેરવા, પેનડાઉન, ચોક ડાઉન સહિતના કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હજુ જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા માટે નિર્ણય ન લેવાતાં શિક્ષક સંઘ દ્વારા દરેક શિક્ષકોને વ્યક્તિગત આવેદનપત્ર તૈયાર કરવા આહવાન કરાયું હતું.
અનેક રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે જૂની પેન્શન યોજના!
ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન યોજનાને લઈને આંદોલન શરુ થઈ ગયું છે...... ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. .... કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે.... ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મોરચો આજે મુખ્યમંત્રીને આવેદન આપવા પહોંચ્યો હતો.... તેમનું કહેવુ છે કે, સરકારે જાહેરાત કરી તેને પણ 12 મહિના વીતિ ગયા.... હજુ સુધી કોઈ ઠરાવ કર્યો નથી.... અગાઉ પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો...અને હજુ પણ રજૂઆત કરીએ છીએ.... સત્વરે જૂની પેન્શન યોજના લાગૂ થાય તેવી અપેક્ષા છે,.. નહીંતર આવતી કાલે લોકસભા ચૂંટણીનું એલાન થશે તો અમારા માટે તો આજની રાત કતલની રાત છે.
સત્યાગ્રહ છાવણીમાં કર્યું હતું વિરોધ પ્રદર્શન!
ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા થોડા સમય પહેલા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા હતા.