Loksabhaની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતના સંગઠનમાં કર્યો ફેરફાર, 18 જિલ્લાનું સંગઠન કેમ બદલી નાખ્યું? જાણો કારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-24 16:55:13

ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચ્યો છે. 182માંથી 156 સીટ ભાજપને ફાળે ગઈ છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જેણે પોતાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે નવા શિખરો સર કર્યા છે. અત્યાર સુધીના સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતવાના રેકોર્ડ તોડી 156 બેઠકો મેળવી. એ ભારતીય જનતા પાર્ટીના નિર્ણય પર આજે વાત કરવી છે કારણ કે આટલો વિક્રમ સર્જ્યા બાદ પણ પોતાના સંગઠનમાં બદલાવો કર્યા છે. આવું કરીને પાટીલ લગભગ ગુજરાત ભાજપના નેતાઓને એવું જણાવી રહ્યા છે કે ભાજપ નેતાઓ ધ્યાન રાખે કે વ્યક્તિ મોટા નથી સંગઠન મોટું છે. સીઆર પાટીલે સંગઠનમાં મોટા બદલાવો કર્યા છે અને 18 જિલ્લાના સંગઠનમાં ફેર બદલાવો કરી દીધા છે. 


લોકસભા 2024ની તૈયારી ભાજપે હમણાંથી શરૂ કરી 

ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ જીત બાદ પણ ઓછા મંત્રીઓ રાખ્યા અને તેમાં જ કામ ચલાવી રહી છે. લગભગ તમામ મંત્રીઓ પાસે એકથી વધારે મંત્રાલયો છે એવામાં અફવાઓ એવી ઉડી રહી છે કે નવા મંત્રીઓ જોડાશે. આવી વાતોની વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે અને લોકસભા 2024 જીતવા માટે પ્રયાસો વધારી દીધા છે. ભાજપનો આ વખતે પણ પ્રયાસ છે કે ગયા વખતની જેમ 26માંથી 26 બેઠકો જીતે અને તેના માટેના ધમપછાડા પણ શરૂ જ છે. 


લગભગ 18 જિલ્લાઓમાં ભાજપે સંગઠનમાં કર્યા ફેરફાર 

સીઆર પાટીલે આજ વખતે એવું કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે ત્રણ વર્ષથી વધુ સમય સુધી હોદ્દો હોય તો તેમના હોદ્દાઓ છીનવી લેવાયા છે અને લગભગ 18 જેટલા જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે. તેમણે પાંચ મહાનગર પાલિકામાંથી બે મહાનગરપાલિકાનું સંગઠન બદલી નાખ્યું છે. આ સિવાય અનુસૂચિત જાતિ મોરચામાં પણ ઘણા ચહેરાઓ બદલી નાખ્યા છે. હજુ પણ ભાજપના સંગઠનમાં અનેક હોદ્દાઓ બાકી છે અને ખાલી છે તે ભરવા માટે આગામી સમયમાં નામ સામે આવે તો નવાઈ ન કહેવાય .



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?