આવતી કાલે ગુજરાત સહિત દેશની અનેક બેઠકો પર મતદાન થવાનું છે.. થોડા દિવસ પહેલા દિલ્હીની અનેક શાળાને ઉડાવવાની ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી.. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..
શાળાના ઓફિશિયલ ઈમેલ આઈડી પર મળ્યો ધમકી ભર્યો મેલ
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાને આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. ત્યારે દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદમાં બન્યું છે.. અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ ઈમેલ પર ધમકી ભર્યા મેસેજ આવ્યા.. મળતી માહિતી અનુસાર ઈમેઈલ મળ્યા બાદ તંત્ર દ્વારા સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મોકલી દેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે..
આ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
મળતી માહિતી અનુસાર જે સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે તે છે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ બાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે આવતી કાલે ગુજરાતમાં લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે...