છેલ્લા ઘણા સમયથી સીએએ એટલે કે નાગરિક્તા સંશોધન કાયદા અંગે વાતો થઈ રહી છે. એવી વાતો પણ થઈ રહી છે કે ગમે ત્યારે આ કાયદો લાગું થઈ શકે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે, અનેક મોટી જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં સીએએ લાગું કરવામાં આવશે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે સીએએ કોઈની નાગરિક્તા નહીં છીનવે.
સીએએ લઈને અમિત શાહે કહી આ વાત
ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે સીએએ કોઈ પણ વ્યક્તિની નાગરિક્તા નહીં છીનવી લે. 'નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
શું છે સીએએ?
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક શબ્દો સાંભળવા મળી રહ્યા છે જેવા કે યુસીસી, સીએએ... જો સીએએની વાત કરીએ તો નાગરિક્તા અધિનિયમ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા ચોક્કસ ધાર્મિક સમુદાયો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે જોગવાઈ કરે છે.