Aditya L1ના લોન્ચ પહેલા ISRO Scientist પહોંચ્યા આ મંદિરે દર્શન કરવા, લીધા ભગવાનના આશીર્વાદ , જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 14:10:14

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતનો ડંકો વિશ્વસ્તરે વાગ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ત્યારે ચંદ્ર સર કર્યા બાદ ઈસરોએ સૂર્યને લઈ મિશન લોન્ચ કર્યું છે. ભારતની આગામી તૈયારી સૂરજ માટે છે. ઈસરો શનિવારે એટલે કે આવતી કાલે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 અવકાશમાં જશે. થોડા સમય પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ત્યારે મિશન લોન્ચ થાય તે પહેલા આદિત્ય-L1 મોડલના એક નાનકડા મોડલને મંદિર લઈ જવાયો હતો. આંધ્રપ્રદેશ સ્થિત તિરૂમાલા શ્રી વેંકટેશ્વર મંદિરે વૈજ્ઞાનિકો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.     

મંદિરમાં દર્શન કરી વૈજ્ઞાનિકોએ લીધા આશીર્વાદ 

આવતી કાલે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી આદિત્ય-L1 લોન્ચ કરવામાં આવવાનું છે. લોન્ચિંગને લઈ દરેક પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે જેમ ચંદ્રયાનની સફળતાને લઈ પ્રાર્થના કરવા વૈજ્ઞાનિકો મંદિરે પહોંચ્યા હતા તેવી જ રીતે આદિત્ય મિશન પહેલા વૈજ્ઞાનિકો મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે આપણામાંથી અનેક લોકો કહેતા હોય છે કે વિજ્ઞાન આગળ વધી ગયું છે, જે થાય છે તે વૈજ્ઞાનિક કારણોસર થાય છે. ઈશ્વર અથવા તો કુદરતમાં આપણે નથી માનતા. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકો પોતે સંસ્કૃતિનો, આપણા ધર્મનો એટલું આદર કરે છે તેમનામાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ.  

આદિત્ય મિશન શું છે?


આદિત્ય એલ-1 PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી 2024માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે. આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા (ઓબ્ઝર્વેટરી) હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian point છે. સૂર્યયાન Lagrangian point 1 (L1)ની આસપાસ એક હેલો ઓર્બિટમાં તૈનાત રહેશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિમી છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિમી છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીંથી સુર્ય પર અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કલાક નજર રાખી શકાય છે. ગ્રહણ દરમિયાન પણ તે જોઈ શકાય છે.



આદિત્ય  L1 મોકલવાથી શું લાભ થશે?


અવકાશયાન સાત પેલોડ લઈને જશે, આ પેલોડ્સ ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું નિરિક્ષણ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના અવકાશ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ પહેલાથી જ થઈ જાય તો બચાવના આગોતરા પગલા ભરી શકાય શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે અવકાશના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન અવકાશના હવામાનને સમજવામાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા સૌર પવનોનો પણ અભ્યાસ કરી શકાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?