અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન હવે અયોધ્યાધામ તરીકે ઓળખાશે. રેલવેએ બુધવારે મોડી સાંજે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ જારી કર્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાતથી રામ ભક્તોમાં ખુશીનો માહોલ છે. રેલવે વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ કાર્યક્રમ દરમિયાન લાખો ભક્તો રામનગરી અયોધ્યામાં ઉમટી પડશે. અહીં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી સામેલ થશે.
अयोध्या जंक्शन हुआ “अयोध्या धाम” जंक्शन
भारत के यशस्वी मा॰ प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में नवनिर्मित भव्य अयोध्या रेलवे स्टेशन के अयोध्या जंक्शन का नाम, जनभावनाओं की अपेक्षा के अनुरूप, परिवर्तित कर #अयोध्या_धाम_जंक्शन कर दिया गया है..
1/2.. pic.twitter.com/WHKpAb5wmO
— Lallu Singh (@LalluSinghBJP) December 27, 2023
1 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે સ્ટેશન ખુલ્લું મુકાશે
अयोध्या जंक्शन हुआ “अयोध्या धाम” जंक्शन
भारत के यशस्वी मा॰ प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में नवनिर्मित भव्य अयोध्या रेलवे स्टेशन के अयोध्या जंक्शन का नाम, जनभावनाओं की अपेक्षा के अनुरूप, परिवर्तित कर #अयोध्या_धाम_जंक्शन कर दिया गया है..
1/2.. pic.twitter.com/WHKpAb5wmO
અયોધ્યાધામ રેલ્વે સ્ટેશન તૈયાર છે અને 1 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પીએમ મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી જ વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. અયોધ્યા રેલવે સ્ટેશનથી રામ મંદિર લગભગ એક કિલોમીટર દૂર છે. આ સ્ટેશનની ક્ષમતા અંદાજે 50 હજાર મુસાફરોની છે. કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશન બિલ્ડિંગને મંદિર સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ છે. લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણી મોટી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.