ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું આપના નેતાઓ પર ભાજપ કરાવી રહી છે હુમલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-27 09:43:37

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીના નેતાઓ વ્યસ્ત બન્યા છે. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા નેતાઓ પર હુમલા થવાના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાના ફોટો વાયરલ થયા છે. આ અંગેની માહિતી આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે આપી હતી. ભાજપે સ્થાનિક આપ નેતા મહેન્દ્ર ગોસ્વામી પર હુમલો કરાવ્યો છે તેવા તેમણે આરોપ લગાવ્યો છે.

આપના નેતા પર ભાજપે કરાવ્યો હુમલો - આપનો દાવો  

આ વખતે ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં ટક્કર થવાની છે. ત્યારે દરેક પાર્ટી પોતાના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી નજીક આવતા માહોલ ગંભીર અને હિંસક બની રહ્યો છે. ત્યારે લિંબાયત વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક આપના ઉમેદવાર પર હુમલો થવાની વિગતો સામે આવી છે. આપના પ્રદેશ પ્રવક્તા કરણ બારોટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ધર્મ યુદ્ધમાં આમ આદમી પાર્ટી આ અધર્મી ભારતીય જનતા પાર્ટીને લડત આપશે અને સત્યની જીત થશે.

ગોપાલ ઈટાલિયાની સભા દરમિયાન થયો હતો પથ્થરમારો 

આવી જ ઘટના ગોપાલ ઈટાલિયા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે બની હતી. તેમની સભા દરમિયાન પથ્થરમારો થયા હોવાની માહિતી સામે આવી હતી. આ ઘટનામાં એક બાળકને ઈજા પહોંચી હતી. ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે  આ પથ્થરમારો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન થાય તે હવે જરૂરી બની ગયું છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...