વિધાનસભા ચૂંટણી નજીક આવતા જૂના વીડિયો, જૂના ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે. ગોપાલ ઈટાલિયાના એક બાદ એક જૂના વીડિયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત તેમનો જૂનો વીડિયો વાયરલ થયો છે. ઈટાલિયાના જે વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ વડાપ્રધાન, હીરા બા તેમજ ભાજપના નેતાઓ પર નિશાન સાધતા હોય છે. વીડિયો પ્રમાણે તેઓ ભાજપના નેતાઓ હરામી અને વડોદરાના ભાજપ વાળા હરામી છે.
ભાજપના નેતા પર ઈટાલિયાએ કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ભાજપ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમ જેમ આપ સક્રિય થઈ રહી છે તેમ તેમ આપ નેતાના જૂના વીડિયો તેમજ ટ્વિટ વાયરલ થઈ રહી છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થયા છે. આ વખતે તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા છે.
યજ્ઞેશ દવેએ માગ્યો ઈટાલિયા પાસેથી જવાબ
ભાજપે પણ આ વીડિયોનો વળતો જવાબ આપ્યો છે. યજ્ઞેશ દવેએ વળતો જવાબ આપતા લખ્યું કે પોતાની જાતને સરદારના વંશ જ ગણાવતા પહેલા સરદાર સાહેબનું જીવનચરિત્ર જાણી લેવું. આ વીડિયો જૂનો નથી નવો જ છે ગોપાલભાઈ જવાબ આપો હવે આ ભાષા યોગ્ય છે તમારી??