ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેને બાદ અનેક પાર્ટીઓમાં ડખા જોવા મળી રહ્યા છે. ઉપરાંત પ્રચાર માટે ગયેલા નેતાઓના ભાષણ અને નિવેદનોને લઈને પણ રાજકારણ ગરમાતું રહે છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં.
મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે - નીતિન પટેલ
ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે નીતિન પટેલે કોંગ્રેસને લઈ એક નિવેદન આપતા કહ્યું છે મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે.
છેલ્લા અનેક વર્ષોથી મહેસાણામાં લહેરાઈ રહ્યો છે કેસરિયો
નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી કોઈ પણ જાણીતો ચહેરો નથી. ચારેય ઉમેદવાર તદ્દન નવા છે. જેને કારણે કોંગ્રેસને મહેસાણામાં જીત નહીં મળે. મહેસાણાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કારણ કે અનેક વર્ષોથી ત્યાં ભાજપને જીત મળતી આવી છે. ભાજપે આ વખતે નીતિન પટેલને ટિકિટ ન આપી મુકેશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.