ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. ત્યારે દરેક પાર્ટી પાટીદાર સમાજનું સમર્થન લેવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતદારોનું વર્ચસ્વના પગલે તમામ પક્ષોના નેતાઓ ખોડલધામ ટ્રસ્ટીનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે.
ખોડલધામ સંસ્થા કોઈને ટેકો નહીં આપે - સૂત્ર
ખોડલધામના સૂત્રના જણાવ્યા મુજબ ટ્રસ્ટના નિયમો મુજબ રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ખોડલધામ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ નરેશભાઈ કે ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટી ચૂંટણી પ્રચાર નથી કરવાના. ખોડલધામ સંસ્થા કે નરેશ પટેલ કોઈ પણ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષના પાટીદાર ઉમેદવાર કે ખોડલધામ સાથે જોડાયેલ વ્યક્તિ વ્યક્તિગત રીતે તેમને ટેકો આપે તો વાત અલગ છે પરંતુ સંસ્થા કોઈને ટેકો આપવાનું નથી.
નરેશ પટેલે કરી હતી કે પીએમ સાથે મુલાકાત
ખોડલધામના સૂત્રો અનુસાર ખોડલધામ બીનરાજકીય પક્ષ છે, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. અને થોડા સમય પહેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સંગ પીએમ મોદીની મુલાકાત લીધી હતી. એવી વાતો વહેતી થઈ હતી કે નરેશ પટેલ થોડા સમય બાદ ભાજપમાં જોડાઈ શકે છે.