ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. ત્યારે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો દિવસ-રાત એક કરીને કામગીરીમાં જોતરાયા છે. વધુમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહીતના પક્ષો વચનોની લ્હાણી કરી મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી 3 મોટા વાયદાઓ આપ્યા છે.
સરકારી કર્મચારીઓને આપ્યો વાયદો !!
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને માહિતી આપી અને સરકારીકર્મીઓ માટે 3 મોટા વાયદાઓ કર્યા છે સરકારી નોકરીઑમાં કોન્ટ્રાક્ટકર્મીઓને કાયમી નોકરીની ગેરંટીનુ વચન આપવામાં આવ્યું છે. વધુમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનો પણ રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનો પણ વાયદો કરવામાં આવ્યો છે. વધુમાં રાજસ્થાન જેવો ગુજરાતના સરકારી કર્મચારીઓને લાભ આપશુ. તેવો રાહુલ ગાંધીએ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.
ચૂંટણી પેહલા વાયદાઓની લાહણી
AAP કેટલાય સમયથી ગેરંટીઓના લીધે ચર્ચામાં છે ત્યારે કોંગ્રેસ પણ જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા તે પેટર્ન ગુજરાતમાં અનુસરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે.