બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ ભવનની બહાર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ 2024ના રામ રામ બધાને કહ્યા હતા . વિપક્ષી સાંસદો પર પણ તેમણે પ્રહાર કર્યા છે. સંબોધનમાં તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે આ વર્ષમાં દરેકે સંસદમાં પોતાનું કામ જે રીતે મળ્યું તે રીતે કર્યું છે. હું ચોક્કસપણે કહીશ કે કેટલાક લોકોનો સ્વભાવ 'હેબિચ્યુઅલ ગુંડાગીરી' બની ગયો છે, જેઓ આદતપૂર્વક લોકશાહી મૂલ્યોને તોડી નાખે છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરશે કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે.
નારી શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત!
વધુમાં તેમણે કહ્યું કે સંસદની આ નવી ઈમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે, એક સાંસદે ખૂબ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો. તે નિર્ણય હતો નારીશક્તિ વંદન અભિનિયમ. તે પછી 26 જાન્યુઆરીએ અમે જોયું કે શું એક રીતે, મહિલા શક્તિ, બહાદુરી અને સંકલ્પ શક્તિનો અનુભવ દેશમાં કર્તવ્ય પથ પર થયો અને આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના માર્ગદર્શન હેઠળ અને આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ, એક રીતે તે શક્તિની અનુભતિનો તહેવાર છે.
સ્ટોરી અપડેટ થઈ રહી છે...