દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં 7 તેમજ 17 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવવાનું છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં જાહેરાત કરી કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે.
રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જાતિ આધારિત જનગણના કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પહેલા બિહારમાં જન આધારિત વસતી ગણતરી કરવામાં આવી છે. ત્યારે બીજા રાજ્યોમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી થાય તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. તેમણે કહ્યું આ કામ બીજેપી નથી કરી રહી.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ ત્યાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે. આ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વર્કિંગ કમિટીમાં એક પણ સદસ્ય એવા ન હતા જેમણે આ વાતનો વિરોધ કર્યો હોય.
राजस्थान, छत्तीसगढ़, कर्नाटक और हिमाचल प्रदेश में कांग्रेस की सरकारों ने जो काम किया है, वह पूरी दूनिया में ऐतिहासिक है।
— Congress (@INCIndia) October 9, 2023
हमारी सरकारें लगातार जनता के हितों के लिए काम कर रही हैं।
: @RahulGandhi जी pic.twitter.com/X3LCVgAyJ4