રાજ્યમાં ફરી એક વખત મેહુલો મહેરબાન જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ થવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ઘણા દિવસોથી જોવા મળી રહી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી તો કરી છે, અનેક જગ્યાઓ પર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 248 તાલુકામાં મેહુલો મન મૂકીને વરસ્યો હતો.
વરસાદની રિ-એન્ટ્રી થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ
આપણે ત્યાં વરસાદને લઈ અલગ અલગ કહેવતો કહેવાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે અનેક વાતો કહેતા હોઈએ છીએ. અષાઢમાં અનરાધાર, શ્રાવણમાં શ્રીકાર, ભાદરવો ભરપૂર જેવા વાક્યો આપણે કહેતા હોઈએ છીએ. ત્યારે ભાદરવાને લઈ કરવામાં આવેલી વાતો સાચી સાબિત થઈ રહી છે. ભાદરવો ભરપૂર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદે જમાવટ કરી છે. વરસાદે રિ-એન્ટ્રી કરી છે જેને કારણે વાતાવરણમાં તો પલટો આવ્યો છે પરંતુ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ઓગસ્ટ મહિનામાં વરસાદે જગતના તાતને દુખી કર્યા હતા. પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનો ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો.
અનેક જગ્યાઓ પર સર્જાઈ હતી પુર જેવી પરિસ્થિતિ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અથવા તો વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં છુટાછવાયા વરસાદની વાત કરવામાં આવતી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદની વાત કરવામાં આવી રહી છે. અનેક જિલ્લાઓમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો....