ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખો આગામી સમયમાં જાહેર થવાની છે. દરેક પાર્ટીઓ પૂર જોશમાં પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. ભાજપ અને આપ બાદ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવી છે. ભાજપ દ્વારા કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. એ પહેલા જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને વિરોધ રાધનપુરમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો.
'જીતશે સ્થાનિક, હારશે બહારનો' ના ઉઠ્યા સુર
ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ અમુક ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે. નામ જાહેર થાય તે પહેલા જ ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરની બદલીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સાંતલપુરના કોરડા ગામમાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો'. ભાજપે આ બેઠક પર કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો અને અલ્પેશ ઠાકોરની પરાજય થઈ હતી.
સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા ઉઠી માગ
ભાજપના આ મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, લવિંગજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સર્વેની એક જ માગ હતી કે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. જો ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપે અને બહારના ઉમેદવારને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારશે તો તેનો વિરોધ કરવામાં આવશે. જીતશે સ્થાનિક, હારશે બહારનો'ની વાત પર તેઓ અડગ રહ્યા હતા.