અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનુષ્ઠાનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી આજે તમિલનાડુના તિરૂચિરાપલ્લી પહોંચ્યા હતા અને ત્યાં આવેલા શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પોતાના હાથે ગજરાજને ગોળ ખવડાવ્યો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદીએ શ્રી રામાયણ પારાયણનો પાઠ પણ સાંભળ્યો.
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi offers prayers at Sri Ranganathaswamy Temple in Tiruchirappalli. pic.twitter.com/DKycZ3ALGB
— ANI (@ANI) January 20, 2024
પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી અનુષ્ઠાન વિધી
22 જાન્યુઆરીના રોજ ભગવાનની મૂર્તિની સ્થાપના રામ મંદિરમાં થશે. એ ક્ષણની રાહ ઘણા વર્ષો સુધી અનેક ભક્તોએ જોઈ છે. ભગવાન રામ અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક ભક્તોની લાગણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભલે 22 જાન્યુઆરીએ થવાનો છે પરંતુ તે પહેલા અનેક અનુષ્ઠાનના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ વિધી કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત હશે.
ગજરાજના લીધા પીએમ મોદીએ આશીર્વાદ
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. આજે પીએમ મોદીએ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં આવેલા રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરમાં પૂજા વિધી કરી હતી. તે બાદ ગજરાજના આશીર્વાદ લીધા, ગજરાજને ગોળ ખવડાવ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદી રામેશ્વરમ પણ જવાના છે. તે બાદ અરૂલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે પીએમ મોદી એવા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેનો ઉલ્લેખ રામાયણમાં છે અથવા તો રામ ભગવાન સાથે જોડાયેલા છે.