Bhavanagar સ્ટેટ જે સંગઠનમાં કેન્દ્ર સ્થાને ત્યાંના યુવરાજ શું કામ સામે?।Jaiveerrajsinh Gohilનો પત્ર


  • Published By :
  • Published Date : 2024-09-19 15:33:30

લોકસભાની ચૂંટણી વખતે સૌથી ચર્ચાયેલો મુદ્દો હતો ક્ષત્રિય સમાજના આંદોલનનો.. ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું, તે આપણે જાણીએ છીએ.. ત્યારે 20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે. 



યુવરાજે શું લખ્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં?

યુવરાજનો એક પત્ર સોશ્યિલ મીડિયા પર ખુબ વાઇરલ રહ્યો છે જેમાં યુવરાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "હું કોઈપણ સમિતિનો ભાગ નથી."અને આ સંદેશ તેમણે પોતાના સમાજને આપ્યો તેમને પોતાના સંદેશમાં લખ્યું છે કે 


હું કોઈ સમિતિ કે સમીતિ નો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્ય માં કે કાર્યક્રમ માં સામેલ નથી . ક્ષત્રિય સમાજ માટે હું હંમેશા વફાદાર રહ્યો છું અને રહીશ. સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું. આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ પોતાના સમુદાય માટે શિક્ષણ અને નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. રાજપૂત સમાજની કોઇપણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતા નો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિ થી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ.સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત.સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે.... 


અને આ પત્ર વાંચ્યા પછી સૌથી પહેલો સવાલ એજ થાય કે આમાં મુખ્ય એમના કાકા જ છે તો સંઘર્ષ કઈ વાતનો ? અને જે સંગઠનમાં  ભાવનગર સ્ટેટ જ કેન્દ્રમાં હોય ત્યાં યુવરાજ સામે આવે તો આ સંઘ કાશીએ પહોંચશે ખરો ? 


આવતી કાલે અમદાવાદમાં મળવાનું છે ક્ષત્રિય સંમેલન! 

20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સંમેલન મળવાનું છે અને આ મહાસંમેલનમાં ક્ષત્રિયો શક્તિ પ્રદર્શન કરશે.  આ સંમેલનમાં "સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ"ની જાહેરાત થશે. જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે એ જાહેરાત થઇ ગઈ છે કાર્યક્રમ માટે બધા આગેવાનોને નિમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે ગઈ કાલે આ મહાસંમેલન વિષે માહિતી આપતી પ્રેસ કોંફ્રન્સ પણ યોજાઈ હતી. જો આ રીતે એક એક કરીને મોટા આગેવાનો સંમેલનથી દૂર રહેશે તો આમ ને આમ તો એકતા ખાસી દૂર છે તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો...



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.