રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં ગયા વર્ષે મળેલી હારને ભૂલ્યાં નથી
બેટિંગ ક્રમમાં અફરીદી ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે
T-20માં ભારતના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણો આધાર ટકેલો છે
મહેન્દ્ર સિંહ ધોનીના વડપણ હેઠળ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી ન હતી અને ધોની વારંવાર કહેતો રહ્યો છે કે ક્રિકેટના મેદાન પર બદલા જેવો કોઈ શબ્દ હોતો નથી, પણ છેલ્લા એક વર્ષમાં ઘણુંબધુ બદલાઈ ગયું છે. શાહીન શાહ અફરીદીની ખતરનાક બોલિંગના આધારે પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું.
ICC વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહીં હારવાનો રેકોર્ડ અગાઉ તૂટી ગયો હતો. આ મેચમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે, જોકે અહીના હવામાન વિભાગની માહિતી પ્રમાણે મેચ રદ્દ થાય તેવી શક્યતા નહીંવત છે. બન્ને દેશોના હજારો ક્રિકેટ પ્રેમી આ મેચને જોવા માટે અહીં એકત્રિત થઈ રહ્યા છે. સ્ટેડિયમની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. રોહિત શર્મા અને બાબર આઝમની ટીમો માટે આ એક સામાન્ય મેચ છે,પણ બન્ને દેશના લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે તો 'બસ આ જ' મેચ છે.
ધોનીની ટીમ ક્યારેય હારી ન હતી
મહેન્દ્ર સિંહ ધોનીના વડપણ હેઠળ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી ન હતી અને ધોની વારંવાર કહેતો રહ્યો છે કે ક્રિકેટના મેદાન પર બદલા જેવો કોઈ શબ્દ હોતો નથી, પણ છેલ્લા એક વર્ષમાં ઘણુંબધુ બદલાઈ ગયું છે. શાહીન શાહ અફરીદીની ખતરનાક બોલિંગના આધારે પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું. અફરીદીએ 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હજુ પણ તાજું છે ભારતનું જખમ
રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં ગયા વર્ષે મળેલી હારને ભૂલ્યાં નથી. તેમની ઉપર એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જવા BCCIના નિવેદન અને આગામી વર્ષ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાંથી હટવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ટીમ સંયોજન છે. છેલ્લા કેટલાક સમયથી ભારતને સ્થિર ટીમ સંયોજન મળી શક્યું નથી. ભારતને એક વધારાના બોલરને ઉતારવાની યોજનાને જોતા વિકેટકીપર ઋષભ પંતને બહાર કરવા પડી શકે છે.
પાકિસ્તાનની બોલિંગ મજબૂત
બેટિંગ ક્રમમાં અફરીદી ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે. ટોચના ત્રણ બેટ્સમેન અફરીદીને પાવરપ્લેમાં કેવી રીતે રમે છે તે જ મેચની દિશા અને દશા નક્કી કરશે. આ સંજોગોમાં T-20 સ્વરૂપમાં ભારતના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણો આધાર ટકેલો છે,જે તાજેતરમાં જ પોતાના સ્વભાવિક રમતને લઈ ખૂબ જ જાણિતો થયો છે.
હવામાન વિભાગની આગાહી
વરસાદ થવાના સંજોગોમાં રોહિત ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરશે. ભારત પાસે ત્રણ ખાસ સ્પિનર છે,જોકે હવામાનની દ્રષ્ટિએ તેમને ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવશે. વરસાદ થવાના સંજોગોમાં હર્ષલ પટેલને તક મળી શકે છે,જે બેટ્સમેનમાં પણ જાણિતો છે. પાકિસ્તાન પાસે ત્રણ બેટ્સમેન શાન મસૂદ, મોહમ્મદ નવાઝ અને ખુશદિલ શાહ છે તો રવિચંદ્રન અશ્વિનની રમવાની શક્યતાને નકારી શકાય નહીં.