ભાદરવી પૂનમ પહેલા બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ અંબાજીના મેળા માટે અને ભક્તો માટે સરકાર પાસેથી શું માગ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-16 16:44:16

બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ સામેલ થતા હોય છે.. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પગપાળા જતા હોય છે.. ભાદરવી પૂનમે દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.. પ્રશાસન દ્વારા પણ આ મેળાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે.. માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ. તેમણે પોતાના નિવેદન દરમિયાન પરિક્રમાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

બસના ભાડામાં કરવામાં આવ્યો હતો તોતિંગ વધારો 

મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે મીડિચાને સંબોધતા એ વાત કહી જ્યારે બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.. 9 રૂપિયાની ટિકીટના સીધા 20 રૂપિયા કરી દીધા હતા.. રજૂઆત બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ 9 નહીં પરંતુ 15 રૂપિયાની ટિકીટના ભાવ કરવામાં આવ્યા. સવાલ થાય કે જ્યારે એક સાથે આટલા રૂપિયાનો વધારો કરવામાં આવતો હોય છે ત્યારે સામાન્ય માણસને ઘણું વેઠવાનો વારો આવે છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા આ નિર્ણયને લઈ વિચારવામાં આવ્યું અને ભાવ ઘટાડો કરવામાં આવ્યો.. 



બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ઉલ્લેખનિય છે કે જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે, સાંસદ બન્યા છે ત્યારથી તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેમના દ્વારા આપવામાં આવતા નિવદેનની ચર્ચાઓ થતી હોય છે.. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોક્યો છે. 26માંથઈ 25 બેઠક ભાજપને ગઈ જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ અને તે બેઠક છે બનાસકાંઠા બેઠક..  ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને.. ગેનીબેન ઠાકોરની જીત થઈ અને તે સાંસદ બની ગયા. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર અનેક વખત ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?