પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કરી પત્રકાર પરિષદ, પત્રકાર પરિષદમાં તેમણે ભાજપના પૂર્વ મંત્રી વિશે કરી વાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-21 13:01:51

યુવરાજસિંહ જાડેજા ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયા છે. નિવેદન આપતા પહેલા યુવરાજસિંહે એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે મોટા આક્ષેપો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે?   



જીતુ વાઘાણીના નામનો યુવરાજસિંહે કર્યો ઉલ્લેખ!  

ડમી કાંડ મામલે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પોતાનું નિવેદન આપવા યુવરાજસિંહ ભાવનગર પહોંચ્યા હતા. તે પહેલા તેમણે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે મોટા રાજકીય માથા આ આખું કૌભાંડ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. અસિત વોરાની પણ તપાસ કરવામાં આવે તેવી યુવરાજસિંહે માગ કરી હતી.    


આ મોટા માથા વિરૂદ્ધ કરાય કાર્યવાહીની કરી માગ! 

પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં ઘણા લોકો બચવા માગે છે. એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માગે છે. મેં કોઈ રુપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારૂં સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે? તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અવધેશ પટેલ, હિરેન,અખિલેશ,જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે તે જરૂરી છે. 

 

શું યુવરાજસિંહની થશે ધરપકડ?

યુવરાજસિંહે એવું પણ કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. આજે નહીં તો કાલે મને પતાવી દેવાશે. હિટ એન્ડ રનમાં કચડી નાખવાનું ષડયંત્ર ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કૌભાંડ 2004થી ચાલી રહ્યું છે. ત્યારે યુવરાજસિંહને પોતાની ધરપકડ થવાની આશંકા છે. ધરપકડ થવાની શક્યતા સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું યુવરાજસિંહની ધરપકડ થવાની છે?           




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?