અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થવાનો છે. દિલ્હીમાં લીકર પોલીસીને લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે આ મામલે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સીબીઆઈનું તેડુ આવ્યું છે. તપાસ એજન્સીએ 14 એપ્રિલે નોટીસ પાઠવી હતી. જેને લઈ રવિવારે સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા નોટીસ પાઠવવામાં આવી હતી.
જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી - અરવિંદ કેજરીવાલ
આવતીકાલે તપાસ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય તે પહેલા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીબીઆઈ અને ઈડી પર આરોપ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ અમારા સરકારના બે મંત્રીઓને જેલમાં પૂરી દીધા છે. તેમનો વિચાર હતો કે બે નંબર (મનીષ સિસોદીયા) અને ત્રીજા નંબર (સત્યેન્દ્ર જૈન)ની ધરપકડ કરી લીધી છે. જેથી મારા સુધી તે પહોંચી શકે છે. આ ફસાવવાની કોશિશ થઈ રહી છે. જો હું બેઈમાન છું તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.